ડેંગ્યુ ત્રાટકયો : ચાર વષૅના બાળકનું મૃત્યુ

10 August 2018 02:48 PM
Rajkot
  • ડેંગ્યુ ત્રાટકયો : ચાર વષૅના બાળકનું મૃત્યુ
  • ડેંગ્યુ ત્રાટકયો : ચાર વષૅના બાળકનું મૃત્યુ

રોયલપાકૅના ભુલકાનું ખતરનાક તાવથી મોત થતા ખળભળાટ : મનપાના ચોપડે માત્ર બે કેસ ચડયા : મેલેરીયાનો પણ ફફડાટ

Advertisement

રાજકોટ, તા. ૧૦ રાજકોટ શહેરમાં ચાલુ વષેૅ સતત વરસાદી માહોલના કારણે હવે સીઝનલ રોગચાળો ગંભીર રીતે વકરી રહયો છે ત્યારે મનપાઅે હજુ સુધી કાબુમાં દેખાડેલા ખતરનાક ડેંગ્યુ તાવના હુમલાથી પુરા નગરમાં ખળભળાટ મચી ગયો છે. અા હાલત વચ્ચે અાજે ચાર વષૅના માસુમ બાળકનું જીવલેણ ડેંગ્યુ તાવથી મૃત્યુ થયાનું બહાર અાવ્યું છે. કોપોૅરેશને હજુ પ્રથમ વખત અાજે ડેંગ્યુના બે કેસ જાહેર કયાૅ છે. પરંતુ ખાનગી દવાખાના સહિતના જગ્યાઅે અા અાંકડો હજુ ખુબ મોટો હોવાની શકયતા છે.

શહેરમાં મચ્છરોના અાક્રમણ વચ્ચે અાજે ભય અને શોક ફેલાવી દેનાર બનાવ અંગે જાણવા મળેલી વિગત મુજબ કાલાવડ રોડ પર રોયલ પાકૅ શેરી નં. ૪/૭માં રહેતા જીતેનભાઈ ધામેચાના ચાર વષૅના બાળક માયનને તાવની બીમારી સબબ સાધુ વાસવાણી રોડ પરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં અાવ્યો હતો. ત્યાં તેને ડેંગ્યુના તાવનું નિદાન થયું હતું. બાદમાં ટુંકી સારવારમાં અા બાળકનું અવસાન થતા પરિવારમાં ઘેરો શોક ફેલાઈ ગયો છે. મહાપાલિકાના અારોગ્ય શાખાના ચોપડે હજુ અા ઘટના સતાવાર રીતે જાહેર થઈ નથી. પરંતુ ખાનગીમાં ખુબ દોડધામ મચી ગયાનું જાણવા મળ્યું હતું. અધિકારીઅોઅે હજુ ખરાઈ કરાઈ રહયાનું જણાવ્યું હતું.

દરમ્યાન અારોગ્ય શાખાઅે અાજે જાહેર કરાયેલા રોગચાળાના સાપ્તાહિક રીપોટૅ મુજબ છેલ્લા સપ્તાહમાં ન્યુ નહેરૂનગર અને ગંજીવાડામાં ડેંગ્યુના બે દદીૅ નોંધાયા છે. સામાન્ય શરદી, ઉધરસ તાવના ૧પ૯, ઝાડા ઉલ્ટીના ૯૪, ટાઈફોડના ૩, મરડાના ૭, મેલેરીયાના ૩, કમળાના ર અને અન્ય તાવના ૧૯ દદીૅની નોંધ થઈ છે.

મચ્છરજન્ય રોગચાળા અટકાયત માટે ૩૪૧૧૪ ઘરનો સવેૅ કરીને મચ્છર નાશ માટે ૩૭૮૦ ઘરમાં ફોગીંગ કરવામાં અાવ્યું હતું. શાળારુકોલેજરુહોટલ, બાંધકામ સાઈટ સહિત ૩૮૬ બિલ્ડીંગની ચકાસણી કરીને મચ્છર ઉત્પતિ બદલ રપ૭ અાસામીને નોટીસઅાપવામાં અાવી છે. ૧૧૯ જેટલા ખાડામાં દવા છંટકાવ કરવામાં અાવ્યો હતો. જુદી જુદી જગ્યાઅે બેદરકારી બદલ રૂા.પ૩૬૦૦નો દંડ લેવામાં અાવ્યો છે.

બીજી તરફ ફુડ શાખાઅે સપ્તાહમાં ૪૯ રેંકડી, ર૪ દુકાન, ૯ ડેરી, ૧૧ હોટલ, ૪ બેકરી સહિત ૧૦પ સ્થળે ચેકીંગ કરીને ૯ર૦ કિલો માલનો નાશ કયોૅ હતો. ૩૬ અાસામીને નોટીસ અાપી ૪ ફરીયાદનો નિકાલ કરવામાં અાવ્યો હતો. અારોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ, ડો. ચુનારા, ડો. વિસાણી, ડેઝી. અોફિસર અમિત પંચાલ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરીયા અને ફુડ વિભાગની ટીમ દ્વારા અા કામગીરી કરવામાં અાવી છે.


Advertisement