કાલે ચાર પર્વનો મહાસંગમ: દિવાસો, એવરત-જીવરત, શનિવારી અમાસ તથા દશામાના વ્રતનો પ્રારંભ

10 August 2018 01:42 PM
Dharmik Rajkot
Advertisement

કાલે અષાઢ વદ અમાસને શનીવાર તા.11ના દિવસે એકી સાથે ત્રણ તહેવાર છે. અષાઢ માસની અમાસને દિવાસો કહેવાય છે. આ વર્ષનો ઉતમ દિવસ તરીકે ગણાય છે. એક કહેવત પ્રમાણે દિવસો એટલે સો પર્વનો વાસો દિવસોથી માંડી અને દેવ દીવાળી સુધીના આશરે સો દિવસો થાય છે અને આ સો દિવસોમાં સો પર્વ અને તહેવારો આવે છે. દિવસોના દિવસથી તહેવારો અને ઉત્સવોની હારમાળ શરૂ થઈ જાય છે.
જેમાં મુખ્ય શ્રાવણ માસ રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણપતી ઉત્સવ, નોરતા દિવાળી આ બધા વર્ષના મુખ્ય તહેવારોની શરૂઆત દિવસોના દિવસથી થાય છે. આથી વર્ષનો મુખ્ય દિવસ દિવાસો ગણાય છે.
કાલે સૂર્યગ્રહણ છે. ભારતમાં નહિ દેખાય પાળવાનું નથી.
એવરત-જીવરત
એવરત જીવરતનું વ્રત પરણેલી બહેનો કરે છે. આ વ્રત અષાઢ વદ અમાસને શનીવારે છે આ વ્રતમાં મીઠા વગરનું ભોજન કરવું એકટાળું રહેવું અથવા ઉપવાસ કરવો. એવરત રહેતા બહેનો અમાસ એટલે કે શનીવારની આખી રાત્રી અને શ્રાવણ સુદ એકમને રવિવારના સાંજ સુધીનું જાગરણ કરવું આમ એવરતનું વ્રત પાંચ વર્ષ સુધી કરવું ત્યારબાદ વ્રતનું ઉજવણું કરવું.
જયારે જીવરતનું વ્રતમાં રાત્રીના 12 વાગ્યા સુધીનું જાગરણ હોંય છે અને આ વ્રત આજીવન કરી શકાય.
એવરત જીવરતમાં ચાર માતાજીની છબીનું પુજન કરવું જે અમાસના દિવસે શનીવારે સાંજે કરવું એવરતમાં જીવરતમાં જયામાં અને વિજયામાં આ વ્રતમાં પુજા કરવાથી દીર્ઘાયુની પ્રાપ્તી થાય છે. ઘરની સુખ શાંતિમાં વધારો થાય છે.
દશામાંનું વ્રત
દશામાના વ્રતની શરૂઆત પણ અષાઢ વદ અમાસથી થશે. માતાજીના વ્રતનો મહિમા અપરંપાર છે આ વ્રત દુ:ખ અને દરિદ્રતા હરનારુ છે અને સુખ સંપતિ વધારનાર છે. ઘરને સ્વર્ગ સમાન બનાવનાર આ વ્રત છે.
આ વ્રતમાં એક બાજોઠ પર દશામાનું નામ લઈ અને લાલ વસ્ત્ર પર માતાજીની છબી અથવા મૂર્તિનું સ્થાપન કરવું તથા બાજુમાં કળશનું સ્થાપન કરવું કળશ પર સુતરના દશતાર કંકુવાળા કરી દશ ગાંઠ વાળીને કળશને વીંટાળવા ધૂપ દીપ નૈવૈદ્ય અર્પણ કરવા અને દશ દિવસ ઉપવાસ અથવા તો એકટાણું રહેવું બીજો દશતાર વારો સુતરનો દોરાને દશ ગાંઠો વાળી જમણા હાતજ્ઞાં અથવા ગળામાં કંકુવાળો કરી ધારણ કરવો દરરોજ કથા સાંભળવી અને આવી રીતે પાંચ વર્ષ આ વ્રત કરવું ત્યારબાદ વ્રતનું ઉજવણી કરી શકાય છે.
દશામાનું વ્રત અતિ કલ્યાણકારી અને મંગલમયી છે અને ઉપાધીમાંથી ઉગારનાર છે.
શનીવારી અમાસ
શનીવારી અમાસ સાથે સવારના 11-45 સુધી વ્યતિપાત યોગ પણ છે આથી આ દિવસે દાન પુજા કરવાથી ઉતમ ફળની પ્રાપ્તી થશે. ખાસ કરીને વૃશ્ર્ચિ ધન મકર રાશીના લોકોને શનીની સાડાસાતી ચાલી રહેલ છે આથી તેઓએ આ દિવસે શનીની ઉપાસના ખાસ કરવી આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ તેલ અડદનું દાન ચંપલનુ દાન ગરીબોને મદદ કરવી. શનીના વૈદોકત મંત્રથી સંપૂટ રૂદ્રીના પાઠ કરાવવા શુભ રહેશે. આ દિવસે ઉપવાસ કરવાથી અનેક ફાયદા જણાશે.


Advertisement