સોમનાથ મહાદેવ તીર્થધામમાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટશે: વિવિધ અનુષ્ઠાનો

10 August 2018 01:39 PM
Gujarat
  • સોમનાથ મહાદેવ તીર્થધામમાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટશે: વિવિધ અનુષ્ઠાનો

રવિવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: શિવભકિતમાં તલ્લીન થવા ભાવિકોમાં ધર્મોત્સાહ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ શિવમય બનશે: સોમનાથમાં શ્રાવણમાં રવિવાર-સોમવાર તેમજ તહેવારો દરમ્યાન મંદિર વહેલી સવારે ચાર વાગે ખુલશે: વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શિવ આરાધનાનો સૂર ગુંજશે

Advertisement

રાજકોટ તા.10
તા.12મીના રવિવારથી ભગવાન શિવજીનો પ્રિય માસ શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. સમગ્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીની ભકિતમાં ભાવિકો રસતરબોળ બનશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલા શિવાલયોમાં વહેલી સવારથી ૐ નમ: શિવાય અને હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. ભાવિકો શિવમંદિરે જઈને શિવલીંગ પર અભિષેક કરીને બિલ્વપત્ર ચઢાવશે. શિવજીને શણગાર થશે. ચાર સોમવાર વિશેષ પૂજન-અર્ચન થશે.
રાજકોટ
રાજકોટમાં પંચનાથ મહાદેવ મંદિર, રામનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, ધારેશ્ર્વર મહાદેવ, મહાકાલેશ્ર્વર મહાદેવ સહિતના જાણીતા શિવાલયોમાં શ્રાવણ માસના આગમનને વધાવવા તૈયારીઓ થઈ રહી છે. શિવ મંદિરોમાં સુશોભન તથા રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. એક મહિના શિવનો નાદ ગુંજશે.
વેરાવળ-સોમનાથ
પ્રથમ આદિ જયોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાવન શ્રાવણ માસની ઉજવણી શરૂ થનાર છે. શ્રાવણ મહોત્સવનો પ્રારંભ તા.12ના શ્રાવણ સુદ એકમને રવિવારના રોજ થશે અને પુર્ણાહુતિ તા.9/9ના શ્રાવણ વદ અમાસને રવિવારે થશે. મહામૃત્યુંજય મંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પુજા, સવાલક્ષ બિલ્વપુજા, વિશેષ પુજાવિધીમાં હજારો દેશ વિદેશના ભાવિકો અને ભકતજનોએ ઉમળકાભેર જોડાશે. શ્રાવણમાં પ્રત્યેક શ્રાવણી સોમવારે સવારે 9-15 કલાકે મંદિર પરિસરમાં શ્રી સોમનાથ દાદાની પાલખી યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.
શ્રાવણ માસના પ્રથમ દિને ભગવાન સોમનાથજીની પ્રાત: પુજા આરતી બાદ નુતન ધ્વજારોહણ, બિલ્વપુજાના યજમાનોને સવાલક્ષ બીલ્વપુજાનો સંકલ્પ કરવવામાં આવશે. ટ્રસ્ટની વેબસાઈટ ડબલ્યુડબલ્યુડબલ્યુ. સોમનાથ. આરઆરજી પરથી પૂજાવિધિ ડોનેશન ગેસ્ટ હાઉસ બુકીંગ સાથે લાઈવ દર્શન પણ થઈ શકશે, સોશ્યલ મીડીયાના માધ્યમથી ઈન્સ્ટાગ્રામ શ્રીસોમનાથટેમ્પલ, ટ્વીટર એટશ્રીસોમનાથ, ફેસબુક એટશ્રીસોમનાથટેમ્પલ, ગુગલ અને એપલ સ્ટોર પર સોમનાથ યાત્રા સાથે જોડાઈ ઘરબેઠા દેશ વિદેશના ભકતજનો સોમનાથ મહાદેવના વિવિધ પ્રહારના શૃંગારદર્શન, લાઈવ દર્શન, તેમજ ઈ-માળા દ્વારા ‘ૐ નમ: શિવાય’ મંત્ર જાપ પણ કરી શકશે. અમદાવાદની શાહિબાગ ઓફિસ ફોન નં. 079-22686442 તથા સદ:વિચાર કાર્યાલય ફોન નં. 079-26860660 પરથી અતિથિ ગૃહ રૂમનું એડવાન્સ બુકીંગ પૂજાવિધી પણ નોંધાવી શકાશે.
શ્રાવણ માસમાં દેશવિદેશથી આવતા યાત્રીઓ શાંતિપૂર્ણ દર્શન કરી શકે તેમજ કોઈ અગવડ ન પડે તેને ધ્યાને લઈ સોમનાથ મંદિરના સમયમાં શ્રાવણ માસમાં ફેરફાર કરાયો છે, રવિવાર સોમવાર શ્રાવણી તહેવારો દરમ્યાન મંદિર સવારે 4 ખુલી જશે જે રાત્રીના 10 સુધી ખુલ્લુ રહેશે. શ્રાવણના આ સિવાયના દિવસોમાં મંદિર સવારે 5-30થી રાત્રે 10 સુધી ખુલ્લુ રહેશે તા.8/9ના શ્રાવણ વદ ચૌદશ શનીવારના દિવસે માસીક શિવરાત્રી સબબ રાત્રીના મહાપૂજન તેમજ 12 વાગ્યે આરતી બાદ શ્રી સોમનાથ મંદિર રાત્રીના 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. વિશેષમાં શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ ખાતે પ્રસિધ્ધ કલાકારો ભગવાન નટરાજ સમક્ષ પોતાની સુર આરાધના પ્રસ્તુત કરશે. આવતા યાત્રીકો આદ્યાત્મિકતા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો લહાવો લઈ શકશે.
ગીતા મંદિર, શ્રી ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ સુદ બીજથી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું તેમજ શ્રી કૃષ્ણ ચરણપાદુકા પુજનનું વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભકતજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઈ શકશે. તેવી જ રીતે નવનિર્મિત શ્રી રામ મંદિર, ખાતે શ્રાવણના પ્રત્યેક સોમવારે સુંદરકાંડનું આયોજન સુંદરકાંડ ગ્રુપ રેયોન કર્મચારી મંડળ વેરાવળ દ્વારા તથા શ્રાવણના પ્રત્યેક શનિવારે રામધુનનું આયોજન વેરાવળ મહિલા મંડલ દ્વારા કરવામાં આવશે. જેનો લ્હાવો લેવા સર્વે ભકતજનોને અનુરોધ છે.
શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમાથ મહાદેવને અલગ અલગ વિશિષ્ટ શ્રૃંગારોથી 29 જેટલા અલગ અલગ શણગાર કરવામાં આવશે.
શ્રાવણમાં કરો સોમનાથ મહાદેવને સુવર્ણનો અભિષેક શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેકટ અંતર્ગત શ્રી સોમનાથ મંદિર પર 1457 કળશો નાના મોટા પ્રકારના કળશો છે.
ગૌ વિજ્ઞાન કથા
પથિકાશ્રમ ડોમ ખાતે તા.17થી 19 ઓગષ્ટ દરમ્યાન ગૌ વિજ્ઞાન કથા અને સ્વાસ્થ્ય કથા વકતો ડો. નિરંજન વર્મા ગુરૂજીના વકતા સ્થાને યોજાશે.
વ્યવસ્થા
ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખી મંદિર દર્શન આરતી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાશે. વૃધ્ધો અશકત યાત્રીકો, દિવ્યાંગો માટે હેલ્પડેસ્કની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ ઈ-રીક્ષા, વ્હીલચેર, વ્હીલચેર આસીસ્ટન્ટ પણ રાખવામાં આવેલ છે. શ્રાવણ દરમ્યાન ગૌરીકુંડ ચેકપોસ્ટ પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી આવવા માટે વિનામૂલ્યે ઓટો રીક્ષા રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. શ્રાવણ માસના ધસારાને ધ્યાને રાખી વિશેષ ગંગાજળ, પૂજાવિધી પ્રસાદ કાઉન્ટરો કલોકરૂમ જુતાઘરની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન સ્વાગત કક્ષ શરૂ કરવામાં આવશે.
પ્રસાદ
સોમનાથ હરીહર પ્રસાદ સેવા કેન્દ્ર ખાતેથી ભકતોને નિ:શુલ્ક બુંદી અને ગાંઠીયાનું વિતરણ કરવામાં આવશે, સાથે જ શ્રાવણમાં આવતા સંઘો તરફથી યાત્રીકોને પ્રસાદ તેમજ ફરાળની નિ:શુલ્ક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
માંગરોળ
સંસ્કૃતિ તારપુર અને ધાર્મિક રીતે ઐતિહાસીક માંગરોળ સીટીમાં આજ છેલ્લા 24 વર્ષથી શ્રાવણ માસમાં માંગરોળના દરેક 30 શિવાલયો ઉપર બાઈક રેલી દ્વારા ધજા ચડાવવામાં આવશે, શંકરની પૂજા અર્ચના સાથે ચાલુ આલ 25માં વર્ષે પણ આ આયોજન ગોઠવેલ છે. આવી રીતે ધજા ચડાવંવાનું આયોજન વિશેષ કોઈપણ જગ્યાએ થતુ નથી આ શિવ સેવા મહાદેવ પૂજા માંગરોળનું ગૌરવ છે. આ કાર્યક્રમ સાથે માંગરોળના દરેક સેવાભાવી ધર્મમંડળોના સહકારથી આ ધજારેલીને સફળતા મળે છે.
સોમનાથ મહાદેવ તીર્થમાં
શ્રાવણ માસનો કાર્યક્રમ
સમય અને કાર્યક્રમ
6 વાગ્યે પ્રાત: મહાપુજન પ્રારંભ, 7 પ્રાત: આરતી (7થી 7-15), 8થી 15-00 સવાલક્ષ બિલ્વાર્ચન, 9 સવારે યાત્રીકો દ્વારા નોંધાયેલ રૂદ્રપાઠ ઈત્યાદિ વિધિ પ્રારંભ, 11 મધ્યાન્હ પૂજા મહાપૂજન મહારૂદ્ર અભિષેક, 12 મધ્યાન્હ મધ્યાન્હ આરતિ (12થી 12-15), 5 સાયં શૃંગાર દર્શન- દીપમાળા, સાયં આરતી (7થી 7-20), સાયં 5થી 9 સુધી શૃંગાર દર્શન સમય 10 રાત્રે મંદિર બંધ ધવાનો સમય.
શ્રાવણના રવિવાર-સોમવાર તથા તહેવારના દિવસોમાં મંદિર સવારે 4 વાગ્યે ખુલશે.. શ્રાવણના આ સિવાયના દિવસોમાં મંદિર સવારે 5-30 વાગ્યે ખુલશે.
શ્રાવણ સુદ એકમ તા.12-8-2018
પ્રાત: મંદિર ખુલવાનો સમય સવારે 4 કલાકે, પ્રાત: મહાપૂજન પ્રારંભ સવારે 6-15થી 7 સુધી, પ્રાત: આરતી સવારે 7થી 7-15 સુધી, નુતન ધ્વજારોહણ સવારે 8 કલાકે, સવાલક્ષ બિલ્વપૂજન પ્રારંભ સવારે 8-30 કલાકે, મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ સવારે 8-45 કલાકે.
મધ્યાહન: મધ્યાહન મહાપૂજન 11થી 12 સુધી, મધ્યાન્હ આરતી 12થી 12-15 સુધી.
સાયં: શૃંગાર દર્શન 5થી 9 સુધી, દિપમાળા 6-30થી 8 સુધી, સાયં આરતી 7થી 7-20 સુધી.
સોમનાથ મંદિરનો શ્રાવણ મહોત્સવ કાર્યક્રમ
પ્રભાસપાટણ/વેરાવળ તા.10
શ્રાવણ માસ દરમ્યાન ભાવિકોના ધસારાને ધ્યાનમાં રાખીને દેશ વિદેશથી દર્શનાર્થે પધારતા ભકતો શાંતિપૂર્ણ અને સુંદર રીતે દર્શન કરી શકે તેમજ સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ રીતે જળવાઈ રહે તેવા શુભ હેતુથી શ્રી સોમનાથ મંદિર તેમજ અહલ્યાબાઈ મંદિર ગત વર્ષની જેમ આ વર્ષે નીચે પ્રમાણેના દિવસોએ સવારના 4 વાગ્યે ખોલવામાં આવશે તેમજ આ સિવાયના દિવસોએ 5-30 વાગ્યે ખોલવામાં આવશે.
તા.12/8 શ્રાવણ સુદ એકમને રવિવારના દિવસે પવિત્ર શ્રાવણ માસનો પઆરંભ થશે અને તા.9/9 શ્રાવણ વદ અમાસ રવિવારના દિવસે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે.
તા.8/9 શ્રાવણ વદ ચૌદશ શનિવારના રોજ માસિક શિવરાત્રી નિમિતે રાત્રીના દીપ પૂજન 10 વાગ્યે, મહાપૂજન 11 વાગ્યે તેમજ 12 વાગ્યે મહાઆરતી બાદ દર્શનાર્થીઓ માટે રાત્રીના 1 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.


Advertisement