જસદણના પશુ દવાખાનાની જર્જરીત હાલત: તબિબના અભાવે પશુપાલકો પરેશાન

10 August 2018 01:25 PM
Jasdan
  • જસદણના પશુ દવાખાનાની જર્જરીત હાલત: તબિબના અભાવે પશુપાલકો પરેશાન

કેબીનેટ મંત્રી બાવળિયા સમક્ષ રજુઆત બાદ ઘટતુ કરવાની ખાત્રી

Advertisement

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.10
સેવા સદનમા પ્રાત કચેરી ખાતે પાણી પુરવઠા - ગ્રામ ગૃહ નિર્માણ અને પશુ પાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી જેમા પૂર્વ ધારાસભ્ય ડો, ભરતભાઈ બોઘરાની ઉપસ્થિતિમા જસદણ પશુ ચિકિત્સાલય (પશુ દવાખાના) અંગે જસદણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી જયાબેન મનસુખભાઈ જાદવ તેમજ જસદણ વિધાનસભા ભાજપ સોશ્યલ મિડીયાના પૂર્વ ક્ધવીનર મેહુલભાઈ સંઘવીએ કુંવરજીભાઈ બાવળીયાને વિસ્તૃત રજૂઆત કરતા જણાવ્યું હતુ કે જસદણ પશુ દવાખાનામાં ની હાલત જર્જરીત છે કાયમી ડોકટર અને પૂરતા સ્ટાફના અભાવે નિર્દોષ પશુ પક્ષીને સમયસર સારવાર ન મળતા અસહય પિડા સહન કરી મોત ને વ્હાલુ થવુ પડે છે.
દવાઓની કાયમી અછતને કારણે પૂરતી સારવાર થઈ શકતી નથી પશુ પક્ષી માટે ખાવા પિવા ની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખોરાક પાણી માટે ટળવળવુ પડે છે ત્યારે જસદણ પશુ દવાખાનામાં કાયમી ડોકટર અને પૂરતા સ્ટાફની જગ્યા ભરવી-પશુ પક્ષીને ઓપરેશન સહિત ની તમામ પ્રકારની સારવાર મળી રહે તેમજ ખોરાક પાણીની પૂરતી વ્યવસ્થા થઈ શકે તે માટે યોગ્ય રજૂઆત કરતા શ્રી કુંવરજીભાઈ બાવળીયા રજૂઆત ને મહત્વ આપતા જણાવ્યું હતું કે જસદણના પશુ દવાખાનાની આગામી દિવસોમા કાયાપલટ થઈ જશે પશુ દવાખાનાને નવુ બનાવવાની સાથે અદ્યતન સવલતો સાથે સુસજજ કરવામા આવશે તમામ પશુ પક્ષીને દવાઓ અને 108 જેવી એનિમલ એમ્બ્યુલન્શની સેવાનો લાભ વિનામૂલ્યે મળશે આગામી દિવસોમાં જસદણ પંથકમા વિનામૂલ્યે પશુ નિદાન નિવારણ ના કેમ્પો પણ યોજવામા આવશે તેવી મંત્રીજી દ્વારા માનવતાભરી બાહેંધરી આપવામા આવતા જીવદયા પ્રેમીઓ અને પશુ પાલકો મા આનંદની લાગણી છવાઈ હતી.


Advertisement