દેલવાડા-જુનાગઢ ટ્રેન ચાલું નહિ થતા મુસાફરોને હાલાકી; ઉગ્ર રજુઆત

10 August 2018 01:24 PM
Amreli

ખાનગી-એસ.ટી. બસમાં વધુ ભાડુ થતું હોય મુસાફરોને આર્થિક નુકશાન

Advertisement

ઉના તા.10
ઉના ગીરગઢડા પંથકમાં ભારે વરસાદના કારણે દેલવાડા, જુનાગઢ વેરાવળ જતી લોકલ રેલ્વે ટ્રેકનુ ધોવાણ થઇ જતાં છેલ્લા 26 દિવસથી ટ્રેન બંધ હોવાના કારણે ગરીબ, પછાત વર્ગ, શ્રમિક, વિદ્યાર્થીઓ, અને કર્મચારીઓ સહીતના મુસાફરોને ભારે મુશ્કેલીનો સામો કરવો પડી રહ્યો છે. અને આ લોકલ ટ્રેન હજુ સુધી ચાલુ ન થતા લોકોને ત્રણ ધણા ટીકીટ ભાડા ખર્ચી પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરી જવુ પડે છે.
છવીસ દિવસ પહેલા ઉના ગીરગઢડા પંથકમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને આ પાણીએ નિકાલ માટે રસ્તા, નાળા સહીતના માર્ગોનુ ધોવાણ કરી નાખેલ હતુ. અને જળબંબાકાર મચાવી દીધેલ ત્યારે હડમડીયા નજીક આવેલ પીછવી -પીછવાનુ તળાવ ઓવરફલો થઇ જતાં આ તળાવ ફાટતા આ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દેલવાડા, જુનાગઢ, વેરાવળ લોકલ રેલ્વે ટ્રેકને નુકશાન થતા ટ્રેન બંધ થઇ છે.
ત્યારે આજ સુધી રેલ્વે વિભાગ દ્વારા ઝડપી કામ ન થતા લાંબા સમયથી મુસાફરોને પ્રાઇવેટ વાહન દ્વારા ત્રણ ધણો ખર્ચ કરીને જવાનો વખત આવ્યો હોય
આ બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતા
આ કામગીરી તાત્કાલીક શરૂ થઇ ન હોવાથી લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. આ રેલ્વેમા નિયમીત મુસાફરી કરનાર સત્યાવીસ જેટલા પાસ ધારકો અપડાઉન કરતા હોય તેને પાસ હોવા છતા ફરજીયાત પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવી પડે છે. નિયમીત 300થી વધુ મુસાફરો ટ્રેનમાં સફર કરતા હોય અને ટ્રેન બંધ થતા આવા મુસાફરો ટ્રેનના અભાવે રખડી પડતા હોય છે.


Advertisement