મોટા ઝીંઝુડાના અાસામીઅે પાવર ચોરીનું બિલ નહિ ચુકવતા અેક મહિનાની સાદી જેલ

10 August 2018 01:23 PM
Amreli

સાવરકુંડલાના ન્યાયધીશનો ધાક બેસાડતો ચુકાદો

Advertisement

સાવરકુંડલા, તા. ૧૦ પાવર ચોરીની બિલની રકમ ન ચુકાવાતા મોટા ઝીંઝુડા ગામના ઈસમને અેક માસની સીવીલ જેલની કેદની સજા સાવરકુંડલાના અેડી. સીવીલ જજ સી.પી.શમાૅ અે ફટકારતા ચચાૅ જાગી છે. સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામના રહીશ વિનુભાઈ સોમાભાઈ કોળીને પી.જી.વી.સી.અેલ. સાવરકુંડલા રૂરલ કચેરી દ્વારા પાવર ચોકી કેસમાં પકડેલ પાવર ચોરીની રકમ રૂા. ૪૪૦૦૦/રુનું બીલ અાપતા અા રકમ ભરી નહી હોવાથી કોટૅમાં દાવો દાખલ કરતા કોટેૅ હુકમનામુ કરી અાપેલ સદરહું હુકમનામાની બજવણી પી.જી.વી.સી.અેલ. સાવરકુંડલાઅે તેમના અેડવોકેટ વિજયભાઈ અજમેરા મારફત સાવરકુંડલા કોટૅમાં દાખલ કરતા સા.કુ. કોટૅના અેડી. પ્રિન્સીપાલ સીવીલ જજ સી.પી.શમાૅના હુકમનામાની રકમ વસુલ અાપવાનો ઈન્કાર કરતા વિનુભાઈ સોમાભાઈને અેક માસની સીવીલ જેલની સજા ફટકારેલ છે અને અેવી પણ તાકીદ કરી છે કે જો અેક માસમાં પૈસા ન ભરે તો વધુ સજા કરવાની પણ ચિમકી અાપેલ છે. અામ, પાવર ચોરી કરી બિલની રકમ ન ભરી શકતા ઈસમોમાં ફફડાટ ફેલાવેલ છે.


Advertisement