ગિરગઢડાના જામવાડા ગામે યુવાન સાથે નવ લાખની ઠગાઈ કર્યાની રાવ

10 August 2018 01:22 PM
Amreli Crime

કંપનીમાં રોકાણ કર્યાનું જણાવી 6 શખ્સોએ કરેલી છેતરપીંડી; તપાસ

Advertisement

(ફારૂક કાજી) ઉના તા.10
ગીરગઢડાના જામવાડા ગામે રહેતા અને રેલ્વે ડિપાર્ટમેન્ટના નિવૃત કમેચારી ધીરૂભાઇ રામભાઈ ડાંગરએ જામવાડા ગામે રહેતા ગૌરાંગ હરસુખભાઈ ઠાકર, હરસુખ દેવજી ઠાકર રિયલ ઈન્ડિયા પ્રા.લી.કંપની મેનેજર ધૃવભાઈ નાથળ ગામના ધીરૂ નાનુભાઈ, સ્વાતિ બેન ગૌરાંગ ઠાકર સહિત 6 શખ્સો સામે ઉના પોલીસ માં છેતરપીંડી કરી 9 લાખની છેતરપીંડી કયો અંગે ની ફરિયાદ નોધાતા ભારે ચકચાર ફેલાયેલ છે.
રેલ્વે ડિપાર્ટમેન્ટમાં 59 વર્ષની નોકરી કરી નિવૃત થયેલા ધીરૂભાઇ ડાંગરને 2015માં પેન્શનની રકમ રૂ. 15 લાખ આવેલ હોય અને તે એસબીઆઈ બેકમા ચેકથી જમા કરાવેલ હતા. ધીરૂભાઇ ડાગર સાથે ફોરેસ્ટર વિભાગ છોડિવડી નાકા પર નોકરી કરતાં હસમુખભાઈ ઠાકર સાથે સંબધ હોય અને હસમુખભાઈ ઠાકરના પુત્ર ગૌરાંગ રિયલ ઈન્ડિયા ઈન્ફવેન્ટર પ્રા.લી.કંપની માં કામ કરે છે. તેની બ્રાન્ચ કોડીનાર મુકામે અંજલી ગેસ્ટહાઉસ ખાતે આવેલ અને તેમાં રૂ.15 લાખ રોકાણ કરવા બોલાવેલ અને કંપની વિષે વાત કરી એક વષેમા ડબલ કરવાની લાલચ આપી જવાબદારી લઈ તા.2/4/2016ના રૂ.9 લાખ રિયલ ઈન્ડિયા પ્રા.લી. કંપની બ્રાન્ચમાં છ આરોપીની મદદજમા કરાવ્યા આધારકાડે, બેન્કની પાસબુક મંગાવી કોમ્પ્યુટર મશીન માથી બે પહોચ કાઢી 9 લાખની રકમ ડબલ કરી આપવાની લાલચ આપી દરમહીને 13 હજાર અને એક વષે બાદ 18 લાખ મળવાની લાલચ આપેલ. ત્યારબાદ એક માસ પછી 13 હજાર રોકડા વ્યાજપેટે રકમ આપેલ આમ ચાર માસ સુધી રકમ આપ્યા બાદ આ પ્રાઈવેટ કંપનીમાં છ શખ્સો એ પૈસા આપવાનું બંધ કરી બેકમા નેટવર્ક પ્રોબ્લેમ હોવાથી પૈસા થોડા મોડા આવશે તેમ જણાવી કાયદાની પ્રક્રિયા સમજાવી બહાના બતાવી વારંવાર ભાગતા ફરતા હોય.
આ બાબતે ફરિયાદી ધીરૂભાઈ ડાગરે પૈસા મેળવવા વારંવાર ધક્કા ખાવા છતાં માતબર રકમ આરોપી એક બેના ધરે જતાં ઉશ્કેરાઈ પૈસા આપવા અંગે ઈનકાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભુડીગાળો કાઢી ગૌરાંગ ઠાકર ની માતા એ કેરોસીનનું ડબલુ બતાવી પૈસા માગવા આવશો તો કેરોસીન છાટી બળીને મરી જઇશ અને ખૂનના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી આખા પરીવારને જેલમાં મોકલાવા જણાવતા ભોગ બનનાર નિવૃત કમેચારી ધીરૂભાઈ ડાગર ઈન્ડિયા પ્રા.લી. કંપનીની ઓફિસે તપાસ કરતાં ઓફિસ બંધ કરી દિધા ની હકીકત જાણવા મળતા આ અંગે ગીરસોમનાથ જીલ્લા એસ .પી. કચેરીમાં
લેખિત ફરિયાદ છ શખ્સો વિરૂધ્ધ આપી આઈપીસી કલમ 420, 506, 504 મૂજબ તાત્કાલિક છેતરપિંડી કરનાર શખ્સોને ધડપકડ કરી 9 લાખની રકમ અપાવવા કાયદેસરની કાયેવાહી કરેલ છે.


Advertisement