ઓખાના ચકચારી ડબલ મર્ડર કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાતા રિમાન્ડની તજવીજ

10 August 2018 01:21 PM
Porbandar
  • ઓખાના ચકચારી ડબલ મર્ડર કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાતા રિમાન્ડની તજવીજ

એસ.પી.એ બનાવેલી ત્રણ ટુકડીઓને મળેલી સફળતા બાદ આરોપીની પૂછપરછ

Advertisement

(કમલેશ પારેખ) મીઠાપુર તા.10
ઓખા મરીન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.ન. 12/18 આઈ.પી.સી. કલમ 302 ગુનો ઓખા પોલીસ સ્ટેશનમાં તા.3-8-18ના રોજ દાખલ થયેલ હોય આ ચકચારી ડબલ મર્ડરના ગુનાની તપાસ સર્કલ પોલસ ઈન્સ્પેકટર પી.એ.દેકાવાડીયા કરતા હોય અને ગુનો અનડીટેકટ હોય જેથી ડબલ મર્ડર જેમાં મરણ જનાર આરતીબેન ડો/ઓ બાબભા નંઢાભા માણેક (ઉ.વ.38) તથા સુલેમાન બિલાલ સીદી આ બન્ને ઓખા ભુંગા વિસ્તારમાં એકલા રહેતા હોય જેમને ગત તા.ર-8-18ના રાત્રીના કોઇ સમયે અજાણ્યા ઈસમો આવી અને મહિલાને તથા પુરૂષને બોથડ પદાર્થનો તેમજ પાઈપ જેવા હથિયારથી મોઢાના ભાગે તથા માથાના ભાગે ઘા મારી બન્નેની ઘાતકી હત્યા કરી નાશી ગયેલ.
બાદ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બાદ દેવભૂૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક રોહન આંનદના સુપરવિઝન હેઠળ અને મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ તેઓએ આ ગુનાની તપાસ માટે તેમજ ગુનો ડીટેકટ કરવા માટે અલગ અલગ ટીમો તૈયાર કરી જેમાં એલ.સી.બી. પોલીસ ઈન્સ. એલ.ડી.આડેદરા, તેમનો સ્ટાફ, એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ. કે.જી.ઝાલા, પોલીસ સ.ઈન્સ. ગોહિલ, તેમનો સ્ટાફ, આ ગુનાની તપાસ કરતા દ્વારકા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર પી.એ.દેકાવાડીયા તેમજ પો.સ.ઈ. ચૌધરી, તેઓના સ્ટાફ તેમજ ઓખા મરીન પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. રોહડીયા તથા તેમના સ્ટાફ આમ, અલગ-અલગ ટીમો બનાવી અને તમામ દિશામાં તપાસ ચાલુ હોય. દરમ્યાન મળેલ ખાનગી હકીકતના આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ રાજુભા ભિખુભા કેર, પ્લાસ ઉર્ફે ભોલો કરશનભાઈ અઘેરા, મનોજ ઉર્ફે વિનોદભાઈ સંજોગ (રહે.ત્રણેય ઓખા)વાળાઓને પકડી પાડી અને ગુનામાં વપરાયેલ હથિયાર તથા તેઓના કપડા મોટર સાયકલ વિગેરે કબ્જે કરવાની કાર્યવાહી ચાલુ હોય આમ આ ચકચારી ડબલ મર્ડરનો ગુનો ડીટેકટ કરી અને આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. અને શા માટે મર્ડર કરેલ તે અંગે રિમાન્ડની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.


Advertisement