મિસાલ પ્રોજેકટની શાનદાર ઉજવણી

10 August 2018 01:20 PM
kutch
  • મિસાલ પ્રોજેકટની શાનદાર ઉજવણી

ભૂજ (કચ્છ)માં ઓએસીસ દ્વારા

Advertisement

ભૂજ (કચ્છ) તા.10
દરેક બાળકમાં એક અનોખી પ્રતિભા રહેલી છે તથા એ દેશની કીમતી મૂડી છે, તે આજની પેઢી ‘મારો જન્મ કૈક મહાન કાર્ય કરવા માટે થયો છે’ એવું સમજે, કાર્યલક્ષી અભિગમ ધરાવવા સાથે હિમત, સહનશીલતા, નિર્ભયતા સાથે સંવેદનશીલ નાગરિક ઘડવાની અનોખી પ્રક્રિયા એટલે મિસાલ. નવેસરથી ચારિત્ર્ય ઘડતર તરફ વિચારતી અને એ દિશામાં કામ કરતી વડોદરાની ઓએસીસ સંસ્થા દ્વારા દેશભરમાં ચાલી રહેલ અનેક અભિયાનોમાં કચ્છમાં છેલ્લા એક વર્ષથી એક્ઝામ કી એસી તેસી અને રીઝલ્ટ કી એસી તેસી, હાકલ, ઓએસીસ જીવન શિબિરો જેવા અનેક અભિયાનો ચાલી રહ્યા છે ત્યારે હાલે સમાજ ઉપયોગી તથા ભારતના ભાવિ નાગરિકોની નેતૃત્વશક્તિને ઓળખવાનું તથા એ અંગે તાલીમ આપવાનું અભિયાન મિસાલ સમગ્ર ગુજરાત સાથે કચ્છમાં ભુજ અને આદિપુર ખાતે યોજાયું હતું. જેમાં વિજેતા થનાર તથા ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહિત કરવાનો અને તેની ઉજવણીનો કાર્યક્રમ ભુજના સહયોગ હોલ ખાતે તા. 05 ઓગસ્ટના રવિવારે રોજ યોજાઈ ગયો. ‘અન્યને માર્ગદર્શન આપવા પહેલા સ્વયં ઉદાહરણરૂપ બને’ એ હેતુથી યોજાયેલ આ સ્પર્ધાના અભિયાનમાં જોડાયેલા સહુ કિશોરો અને યુવાનોને મળેલી તકથી ખુબ ખુશ હતા. સ્વાનુભવો વર્ણવતા તેમણે જણાવ્યું હતું કે ત્રણ તબક્કાઓમાંથી પસાર થયા પછી અને એમાંથી પસાર થતી વખતે અમને પણ ખબર નહોતી કે અમારામાં આટલી શક્તિ રહેલી છે. પોતે કરેલ કામ અંગે આશ્ચર્ય સાથે આત્મસંતોષની લાગણી વ્યક્ત કરતા યુવાઓએ જણાવ્યું કે અત્યાર સુધી અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધેલ પણ આ એક અનોખા પ્રકારની સ્પર્ધા કરતા સ્વને ઓળખવાની તક મળી કહેવાય. જે દ્વારા ખરેખર અમારું ઘડતર થયું છે. એક મિશન મળ્યું અને જીવનમાં ચોક્કસ ધ્યેય માટેનું નિશ્ચિત વિઝન મળ્યું છે. કેટલાક બાળકોએ આત્મવિશ્વાસ સાથે પ્રથમ વખત સ્ટેજ પર સુંદર રજૂઆત કરી. તે માટે ઓએસીસ અને કાર્યકર્તાઓનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.


Advertisement