કાલે મુખ્યમંત્રી રૂપાણી ગોંડલમાં : 40 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ન્યાયમંદિરનું થનારૂ ઉદ્ઘાટન

10 August 2018 01:07 PM
Gujarat
  • કાલે મુખ્યમંત્રી રૂપાણી ગોંડલમાં : 40 કરોડના ખર્ચે  નિર્માણ પામેલા ન્યાયમંદિરનું થનારૂ ઉદ્ઘાટન

સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝડ તાલુકા કક્ષાના ન્યાય મંદિરમાં 1પ કોર્ટનો સમાવેશ થશે

Advertisement

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.10
ગોંડલના ગુંદાળા ગ્રાઉન્ડ ખાતે નવનિર્માણ પામેલ ન્યાય મંદિર નું લોકાર્પણ આવતીકાલે તા.11ને શનિવારના સવારે 10 કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડી, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પરેશ ઉપાધ્યાય તેમજ રાજ્યના કાનૂન મંત્રી પ્રદિપસિંહ જાડેજા ના હસ્તે થનાર છે.
ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી દ્વારા ભારતની આઝાદી પહેલા ગોંડલ રાજ્યમાં ન્યાયપ્રણાલી ની સ્થાપના કરવામાં આવી હતી આ માટેનું સંકુલ સદી વટાવી ચૂક્યું હોય અતિ જર્જરિત થઈ જતા ગુંદાળા ના ગ્રાઉન્ડ ખાતે રૂપિયા 40 કરોડના ખર્ચે 15 કોર્ટના સમાવેશની સમતાવાળો કોમ્પ્યુટરાઈઝ્ડ ગુજરાતનું તાલુકા કક્ષાનો નંબર વન કહી શકાય તેવું ત્રણ માળનું ન્યાય સંકુલ નું નિર્માણ થવા પામ્યું છે.
નવનિર્મિત આ સંકુલમાં હાલ બે સેશન્સ કોર્ટ, બે સિનિયર કોર્ટ, તેમજ ત્રણ ફોજદારી કોર્ટ બેસનાર છે આગામી સમયમાં પંદર કોર્ટ બેસનાર છે. ઉપરોક્ત મહાનુભાવો દ્વારા કોર્ટ નું લોકર્પણ કરાયા બાદ અત્રે ના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે દીપ પ્રાગટ્ય સહિત ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો છે. નવનિર્મિત પામેલ ન્યાયમંદિર ને સીધા જ જેલ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવ્યા છે જેથી કરીને કેદીઓને કોર્ટે આવવા-જવાની મુશ્કેલી દૂર થશે, મહિલા અને પુરુષો ના અલગ અલગ સેલ પણ રખાયા છે, વિકલાંગો ની જુબાની માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે અને સાથે પ્રોકસો કોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજવી સમયની ગોંડલની ન્યાયપ્રણાલી, રાજીવી કાળ નો ઇતિહાસ તેમજ રાજવી કાળના કોર્ટ બિલ્ડિંગ કલર ચિત્ર સાથેની નિમંત્રણ પત્રિકા પણ બનાવવામાં આવી છે જેમાં ગોંડલના ઇતિહાસને પણ આવરી લેવાયો છે કાર્યક્રમ અંગે બાર એસોસીએશનના પ્રમુખ જે.બી કાલરીયા દ્વારા માહિતી આપવામાં આવી છે.


Advertisement