એમ.પરિવહન: હવે વાહનોના તમામ ડોકયુમેન્ટસ ડિજીટલ સ્વરૂપે માન્ય ગણાશે

10 August 2018 01:06 PM
India
  • એમ.પરિવહન: હવે વાહનોના તમામ ડોકયુમેન્ટસ ડિજીટલ સ્વરૂપે માન્ય ગણાશે

પરિવહન મંત્રી મનસુખ માંડવીયાની જાહેરાત: ખાસ એપ.લોન્ચ: ડીજી લોકર પણ માન્ય: દસ્તાવેજો સતત સાથે રાખવાની ચિંતા દુર ડ્રાઈવીંગ લાયસન્સ-રજીસ્ટ્રેશન-વિમા સહીતના દસ્તાવેજો તમારા મોબાઈલમાં

Advertisement

નવી દિલ્હી તા.10
હવે તમોએ પ્રવાસ કરતા સમયે તમારા ડ્રાઈવીંગ લાયસન્સ કે પછી વાહનના રજીસ્ટ્રેશન વિમા સંબંધી કાગળો સાથે રાખવા જરૂરી રહેશે નહિં. કેન્દ્રીય વાહન વ્યવહાર વિભાગે હવે આ તમામ દસ્તાવેજો ડીજીટલ સ્વરૂપમાં મોબાઈલમાં રાખી શકાય તે માટે ‘એમ.પરિવહન’ નામનું એક મોબાઈલ એપ્લીકેશન લોંચ કર્યું છે. જેમાં આ તમામ દસ્તાવેજો ડીજીટલ સ્વરૂપે રહી શકશે અને તે માન્ય પણ રહેશે.
કેન્દ્રીય પરિવહન રાજયમંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ ગઈકાલે આ એપ્લીકેશન લોંચ કર્યું હતું. ઉપરાંત આ તમામ દસ્તાવેજો ઈ-ચાલાન મારફત પણ ચકાસી શકાશે. શ્રી માંડવીયાએ ગઈકાલે જાહેર કર્યું હતું કે તમામ રાજયોને આ પ્રકારના ડીજીટલ-ડોકયુમેન્ટ જેવા કે ડ્રાઈવીંગ લાયસન્સ વાહન રજીસ્ટ્રેશન સર્ટી તથા અન્ય વાહન સંબંધી દસ્તાવેજો તે માન્ય રાખવા જણાવ્યું છે. આ દસ્તાવેજો ડીજીટલ લોકર અને એમ.પરિવહનમાં સ્ટોર થઈ શકે છે અને તે ફીઝીકલ કી હાર્ડ ડોકયુમેન્ટરી જેમ જ માન્ય રખાશે.
આ પ્રકારની જોગવાઈને આઈટીએકટમાં પણ સમાવી લેવામાં આવી છે શ્રી માંડવીયાએ ઉમેર્યુ હતું કે માર્ગ પરિવહન મંત્રાલયે તેનું અલગ એપ.પરિવહન એપ્લીકેશન લોંચ કર્યુ છે અને મોટર વ્હીકલ એકટ-1988 તથા કેન્દ્રીય મોટર વ્હીકલ એકટ-1989 મુજબ આ દસ્તાવેજો ડીજીટલ ફોર્મેટમાં માન્ય ગણાશે.
તેઓએ જણાવ્યું કે વાહનના નવા વિમા કે રીન્યુઅલનાં ડેટા પણ હવે ઈુસ્યુરન્સ ઈર્ફેમેશન બોર્ડ દ્વારા રોજ બરોજનાં ધોરણે આ એપ્લીકેશન અને એમ.વાહન એપ.માં અપલોડ કરશે અને જયારે કોઈ કાનુની કાર્યવાહી હેઠળ જો આ દસ્તાવેજો જપ્ત કરાય તો તુર્ત જ તેની તોપ પોર્ટલ પર જાય જેથી ડીજીટલ ફોર્મેટમાં પણ તે દસ્તાવેજ જપ્ત છે તે નોંધ નજરે પડશે.
માંડવીયાએ કહ્યું કે હવે વાહનોનાં દસ્તાવેજો ફીઝીકલ સ્વરૂપે સાથે રાખવાની જરૂર રહેશે નહિં. આ દસ્તાવેજ ઈ-વાહન કે સારથીના ડેટાબેઈઝ પરથી પણ ટ્રાન્સફર કરી શકાશે.


Advertisement