લોધિકા તાલુકા કોંગ્રેસની સંગઠન મિટીંગ યોજાઈ: બહોળી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા

10 August 2018 12:42 PM
Rajkot
  • લોધિકા તાલુકા કોંગ્રેસની સંગઠન મિટીંગ યોજાઈ: બહોળી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા

Advertisement

લોધિકા તા.10
લોધિકા ખાતે તા.8ના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના શકિત પ્રોજેકટ અન્વયે તાલુકભરના કોંગ્રેસના કાર્યકરોની ઉપસ્થિતીમાં બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું.
આ બેઠકમાં ઉપસ્થિત મોરબીના ધારાસભ્ય અને પ્રભારી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષભાઈ બોરા, જીલ્લા પં. પ્રમુખ અલ્પાબેન ખાટરીયા, વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતીમાં તાલુકા કોંગ્રેસની સંગઠન મીટીંગમાં રાહુલ ગાંધીના શકિત પ્રોજેકટ હેઠળ તાલુકામાંથી 3 થી 5 હજાર સભ્ય નોંધણીનો ટાર્ગેટ રાખવામાં આવેલ હતો. જે માટે હાજર કોંગ્રેસના નવ યુવાનોને જવાબદારી સોંપવામાં આવેલી હતી. આ તકે તાલુકા કોંગ્રેસના આગેવાન હરિશ્ર્વન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરેલ હતું.


Advertisement