રાણાવાવમાં પી.જી.વી.સી.એલ.ની ઓફિસ સ્થળાંતર ન કરવા રજૂઆત

10 August 2018 12:41 PM
Porbandar
Advertisement

(બી.બી.ઠકકર)
રાણાવાવ તા.10
પી.જી.વી.સી.એલ.ની ઓફિસ રાણાવાવ શહેરી વિસ્તારમાં ભાડા પેટે કાર્યરત છે. હાલ શહેરીજનોમાં સ્થળાંતર કરવા અંગેની ચર્ચાએ ભારે જોર પકડેલ હોય જો ઉપરોકત ઓફિસ સ્થળાંતર કરી અને બારવાણનેશ વિસ્તારમાં સ્થળાંતર કરવાની હીલચાલ ચાલુ હોય તેવું જાણવા મળેલ જો આ ઓફિસ સ્થળાંતર કરી અને ઉપરોકત જગ્યાએ કરવામાં આવે તો રાણાવાવમાં વસતા શહેરીજનોએ અંદાજે રાણાવાવ શહેરથી ચાર કી.મી. સુધી લાંબુ થવું પડે અને મોટી હાલાકી ભોગવવી પડે તેવું થાય તેમ છે. તો આ ઓફિસનું સ્થળાંતર ન કરી રાણાવાવ શહેરી વિસ્તારમાં જ અન્ય કોઈ એવી જગ્યા મેળવી અને પોતાની ઓફિસ કાર્યરત થાય તેવી કાર્યવાહી કરવા ઉર્જામંત્રી સમક્ષ રજુઆત કરાઈ છે.


Advertisement