સ્વનિભૅર શાળા સંચાલક મંડળ ભાવનગરના પ્રમુખ તરીકે જ્ઞાનગુરૂના મનહરભાઈ રાઠોડની વરણી

10 August 2018 12:29 PM
Bhavnagar
  • સ્વનિભૅર શાળા સંચાલક મંડળ ભાવનગરના પ્રમુખ તરીકે જ્ઞાનગુરૂના મનહરભાઈ રાઠોડની વરણી

Advertisement

ભાવનગર તા.૧૦ તા.૮ અોગસ્ટના રોજ સ્વનિભૅર શાળા સંચાલક મંડળની અેક સાધારણસભા સ્થાનીક કે.પી.ઈ.અેસ. કોલેજ ખાતે મળેલ. જેમા ભાવનગર શહેર, બોટાદ, તળાજા, મહુવા, સિહોર, તથા જિલ્લાના ખાનગી શાળા સંચાલકોઅે હાજરી અાપેલ હતી. અા સાધારણ સભામા અાગામી વષૅ માટે અેમ.જી.ટી. જ્ઞાનગુરૂ અેજયુકેશન હબના સંચાલક મનહરભાઈ રાઠોડની અાગામી વષૅના પ્રમુખત તરીકે સવાૅનુમતે પ્રમુખ તરીકે વરણી કરવામાં અાવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનહરભાઈ સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ ફેડરેશન ગુજરાતના રાજયકક્ષાના ફેડરેશનમા પણ ઉપપ્રમુખ તરીકેનો કાયૅ ભાર પણ સંભાળે છે. મનહરભાઈ રાઠોડ જ્ઞાનગુરૂ વિધાપીઠ, બેબીલેન્ડ સ્કુલ, મનહર ગુ્રપ ટયુશન, સ્માટૅ કિડઝ પ્રિરુસ્કુલ તથા ધ ગ્લોબલ જ્ઞાનગુરૂ ઈંગ્લીશ સ્કુલના સંચાલક તરીકે ભાવનગરમાં શિક્ષણ ક્ષેત્રે અાગવુ પ્રદાન અાપી રહયા છે. મનહરભાઈ અા ઉપરાંત રોટરી કલબ રોયલ, તરુણવિકાસ શિબીર, વિવેકાનંદ કેન્દ્ર, ટયુશન કલાસીસ અેસોસીઅેશન જેવી અનેક સંસ્થાઅોમા કાયૅરત છે અને પોતાની જ્ઞાતિમાં અઘ્યક્ષ તરીકે પણ સેવા અાપી રહયા છે. તેમને તમામ સ્કુલ સંચાલકોઅે શુભેચ્છાઅો પાઠવેલ છે.


Advertisement