દેરાણી જેઠાણીનો કંકાસ; દેરાણીના ૧૬ દિવસના પૂત્રને પાણીના ટાંકામાં ફેંકી જેઠાણીઅે કરી ઘાતકી હત્યા

10 August 2018 12:23 PM
Bhavnagar
  • દેરાણી જેઠાણીનો કંકાસ; દેરાણીના ૧૬ દિવસના પૂત્રને પાણીના ટાંકામાં ફેંકી જેઠાણીઅે કરી ઘાતકી હત્યા

ભાવનગરમાં ચકચારી બનાવમાં દેરાણીના ઘરે પૂત્ર અવતરતા કંકાસ વઘ્યો હતો; શહેરમાં ચચાૅ

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા. ૧૦ ભાવનગરમાં દેરાણીરુજેઠાણીનાં ઝઘડામાં દેરાણીનાં ૧૬ દિવસનાં માસુમ પુત્રની જેરાણીઅે ઠંડા કલેજે હત્યા કયાૅનો બનાવ બનતાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. અા બનાવની વિગતો અેવી છે કે શહેરનાં કુભારવાડા વિસ્તારમાં અાવેલ મારૂતીનગરમાં રહેતાં અનિલભાઈ દિનેશભાઈ પરમારનો માત્ર ૧૬ દિવસનો પુત્ર યુવરાજ તેનાં ઘરે સુતો હતો ત્યારે ગુમ થયા બાદ તેની લાશ તેનાં જ ઘરમાં અાવેલા પાણીનાં ટાંકામાંથી મળી અાવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. દરમ્યાન અા બનાવ અંગે મૃતક બાળક યુવરાજની માતા રવિનાબેન અે ડી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તેની જેઠાણી લીલાબેન જયેશભાઈ પરાર વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી જણાવ્યુ હતુ કે તેના લગ્ન થયા ત્યારથી તેઅો ઝઘડતા હોય અને હું તેઅોને ગમતી ન હોય જેથી તેઅો બોલતા ન હતા. તેણીને દીકરાનો જન્મ થયો તે જેઠાણીને સારુ લાગ્યુ ન હતુ. જેને કારણે ગત રાત્રે તેનો પુત્ર રડતો હોય તેઅો અને તેના પતિ અાખી રાત જાગ્યા હતા અને સવારે અાંખ લાગી ગઈ હતી ત્યારે તેની જેઠાણીઅે તેનાં ૧૬ દિવસનાં પુત્ર યુવરાજને ઉપાડી પાણીનાં ટાંકામાં ફેંકી તેનું મોત નિપજાવ્યુ છે. અા અંગે ડી ડીવીઝન પોલીસ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. અામ દેરાણીરુજેઠાણીના અણગમતાને કારણે ૧૬ દિવસનાં માસુમ પુત્રનો ભોગ લેવાયો છે. અા બનાવ ભારે ચકચાર જગાવી છે.


Advertisement