ઉપલેટામાં કિસાનસભા દ્વારા જેલ ભરો આંદોલન : પ9 ખેડૂતોની અટકાયત

10 August 2018 12:14 PM
Dhoraji
  • ઉપલેટામાં કિસાનસભા દ્વારા જેલ ભરો 
આંદોલન : પ9 ખેડૂતોની અટકાયત

સ્વામિનાથન કમિટીની ભલામણ મુજબ ખેતપેદાશોના ભાવ આપવા માંગણી

Advertisement

(જગદીશ રાઠોડ) ઉપલેટા તા.10
ભારત છોડો આંદોલનના ઐતિહાસિક દિવસ તા.9 ઓગષ્ટના દિવસે સમગ્ર દેશમાં ખેડૂતો સડકો ઉપર આવી ગયા હતા. સ્વામીનાથ કમીટીની ભલામણ મુજબ ખેતપેદાશોના ભાવ આપોની માંગણી માટે દેશના લાખો ખેડૂતોએ ધરપકડો વ્હોરીને જેલમાં ગયા હતા.
આ રાષ્ટ્રીય આંદોલન દિવસે ઉપલેટામાં ગુજરાત કિશાનસભાના નેતૃત્વમાં ઉપલેટા તાલુકાના અને શહેરના ખેડૂતો ઉમટી પડયા હતા. સ્વામીનાથન કમીટીની ભલામણ પ્રમાણે ખેતપેદાશોના ભાવ આપો જેવા સૂત્રોથી ઉપલેટાની સડકો ગાજી ઉઠી હતી. મોદી સરકાર હોશમાં આઓના નારા સાથે ઉપલેટાના ડો.આંબેડકર ચોકના રોડ ઉપર ખેડૂતો બેસી જતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. આંદોલન કરી રહેલા ખેડૂતોની ધરપકડો કરીને રસ્તાઓ ખુલ્લા કરાયા હતા. આંદોલનકારી ખેડૂતોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવેલ હતા. પ9 ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાત કિશાનસભાના રાજય પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ જણાવેલ કે ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ લાવો નહી તો સતા છોડોના નારા સાથે દેશના લાખો ખેડૂતોએ ધરપકડો વ્હોરીને જેલમાં ગયા હતા. આ આંદોલનને આગળ વધારવા પ સપ્ટેમ્બરના રોજ ચલો દિલ્હીનો નારો આપ્યો છે. તે દિવસે લાખો ખેડૂતો સંસદ સામે દેખાવો કરશે. કિશાનસભાના આગેવાનોમાં લખમણભાઇ પાનેરા, ખીમાભાઇ આલ, દિનેશભાઇ કંટારીયા, કે.ડી.સીણોજીયા, ટપુભાઇ કાનગડ સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.


Advertisement