કાર હડફેટે બાઈક સવાર તરઘડીના અશોકભાઈ પરેશાનું કરુણ મોત

10 August 2018 12:12 PM
Rajkot

જામનગર-રાજકોટ હાઈવે પર

Advertisement

રાજકોટ તા.10
ગઈકાલે સવારે પડધરી પોલીસ સ્ટેશનની 1 કી દુર જામનગર-રાજકોટ રોડ પર એક કાર હડફેટે ચડી ગયેલા બાઈકના બનાવમાં તરઘડીના અશોકભાઈ કોળીનું મોત થયાનું પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ પડધરી તાલુકાના તરઘડી ગમે રહેતા અશોકભાઈ પ્રેમજીભાઈ પરેશાના બાઈકને ગઈકાલે સવારે જામનગર-રાજકોટ હાઈવે રોડ પર, ઉમિયા ચાના કારખાના સામે પુરપાટ ઝડપે નીકળેલી જી.જે 10 બી.જી. 7049 ના ચાલકે હડફેટે લેતા પ્રેમજીભાઈનું મોત થયું હતું.
બનાવની મૃતકના મોટાભાઈ મેપાભાઈ પ્રેમજીભાઈ પરેશાની ફરિયાદ પરથી પડધરી પોલીસના પીએસઆઈ બી.એફ.ચૌધરીએ તપાસ હાથ ધરી છે. અશોકભાઈના અકસ્માતમાં મોતથી તાર્ઘદીના કોળી સમાજમાં શોક ફેલાયો છે.


Advertisement