રોધડા ગામે મગફળી ખરીદીમાં ગેરરીતી થયાની ફરિયાદ

10 August 2018 12:02 PM
Dhoraji

તપાસની માંગ સાથે જીલ્લા પોલીસ વડાને રજૂઆત

Advertisement

(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા)
ઉપલેટા તા.10
અહિંયાથી ર0 કી.મી. દુર આવેલા કુતિયાણા તાલુકાના રોધડા ગામે મંડળી દ્વારા ખરીદી કરાયેલી મગફળીમાં ગેરરીતી થયાનું અને ખરીદીમાં પણ ખેડૂતો પાસેથી કમીશન રૂપે રૂપિયા ઉઘરાવ્યાની ફરિયાદ રોધડાના ખેડૂતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરેલ છે.
તેઓએ પોતાની ફરિયાદમાં મંડળી દ્વારા ખરીદીમાં ગેરરીતીમાં બીજાના 7-12ના દાખલા ઉપર બીજાની મગફળી લીધાનું અને તેમાં ભ્રષ્ટાચાર કર્યાનું જણાવી આ મંડળીની ખરીદી સામે તપાસ કરવાની માંગણી કરી પોલીસ વડાને પણ આ ફરિયાદની નકલ મોકલી હોવાનું જણાવેલ હતું.


Advertisement