ગોંડલ પાલિકાના 17 રોજમદાર સફાઇ કર્મચારીઓને કાયમી કરાયા

10 August 2018 11:53 AM
Gondal
  • ગોંડલ પાલિકાના 17 રોજમદાર સફાઇ કર્મચારીઓને કાયમી કરાયા

ધારાસભ્ય ગીતાબા જાડેજાના હસ્તે ઓર્ડર અપાયા

Advertisement

ગોંડલ તા.10
ગોંડલ નગરપાલિકા કચેરીમાં છેલ્લા બે-ત્રણ દાયકાથી રોજમદાર તરીકે કામ કરી રહેલ સફાઈ કર્મચારીઓ માંના 17 જેટલા કર્મચારીઓને ગઇકાલે કાયમી કરાતો ઓર્ડર અપાતા કર્મચારી મંડળ માં હરખની હેલી પ્રસરી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકામાં છેલ્લા બે-ત્રણ દાયકાથી રોજમદાર તરીકે સફાઈ કામ કરતા કર્મચારીઓ દ્વારા કાયમી કરવા રાજ્ય સરકાર અને અદાલતના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. ગઇકાલે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા 17 જેટલા કર્મચારીઓને કાયમી કરવાની મંજૂરી આપવા તા કર્મચારીઓમાં હરખની હેલી પ્રસરી હતી.
આ તકે પાલિકા કચેરીના મીટીંગ હોલમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુક, પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, તેમજ કારોબારી સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા ની હાજરીમાં પ્રેમીબેન પરબીયા, શાંતાબેન બારૈયા, દેવુબેન સીતાપરા, ગૌરીબેન ચૌહાણ, જશુબેન મકવાણા, ચમનભાઈ વાઘેલા, કમળાબેન નૈયા, રમેશભાઈ ગોરી, કવિતાબેન વાઘેલા, હીરાબેન પરમાર, હંસાબેન પરમાર તેમજ જશુબેન પરમારને કાયમી કરાતા ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ તકે જસુબેન પરમાર ની તબિયત નાદુરસ્ત હોય ધારાસભ્ય ગીતાબા જાડેજા પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા અને કારોબારી સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓએ તેઓની ઘરે જઈ કાયમી ઓર્ડર સુપ્રત કર્યો હતો.


Advertisement