ગોંડલના સ્ટેશન પ્લોટમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: તસ્કર બેલડી ઝબ્બે

10 August 2018 11:52 AM
Gondal
  • ગોંડલના સ્ટેશન પ્લોટમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: તસ્કર બેલડી ઝબ્બે

76 હજારનો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ

Advertisement

ગોંડલ તા.10
ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ચોરાઉ 76 હજારના મુદામાલ સાથે તસ્કર બેલડી અને સોની વેપારીને ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સીટી પીઆઈ રામાનુજ સહિતના સ્ટાફને મળેલ બાતમીના આધારે સરકારી દવાખાના સામે આવેલી નદીના ખાડામાં રહેતા કરણ અશોકભાઈ પરમારના ઘરે દરોડો પાડતા ત્યાંથી ચોરીનો મુદામાલ મળી આવતા તેની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ સોના ચાંદીના દાગીના નાની બજાર વચલી શેરીમાં દુકાન ધરાવતા અંકુશ સાવંતભાઈ મરાઠી રહે. ભોજરાજપરા વાળાને વેંચ્યા હોય તેની પણ અટક કરી મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.


Advertisement