વિરપુરમાં સ્વચ્છતા જાગૃતિ અંગે મહિલા શિબિર યોજાઇ

10 August 2018 11:51 AM
Gondal
  • વિરપુરમાં સ્વચ્છતા જાગૃતિ 
અંગે મહિલા શિબિર યોજાઇ

Advertisement

વિરપુર તા.9
વીરપુર જલારામ ગામે રહેતી મહિલા ઓ અને જેતપુર તાલુકા ની અન્ય બહેનો ને સ્વચ્છતા અનેસ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંગે જાગૃત કરવા માટે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા પંચાયત દ્વારા તાલુકા કક્ષા ની મહિલા શિબિર યોજાઈ આ શિબિર ને વીરપુર ગ્રામ પંચાયતના ચરપંચ રંજનબેન ઠુંગા એ દિપ પ્રાગટ્ય કરી શિબિર ખુલ્લી મૂકી હતી.
આ પ્રસંગે મહિલા ઓ દ્વારા સ્વચ્છતા રાખવા થી ઘર.ગામ. અને દેશ ને કેવડો મોટો ફાયદો થશે તે અંગે વી.બી.બસિયા. પ્રજ્ઞાબેન કામદાર, શ્રીચારુંદત, ખ્યાતિ ભટ્ટ (નારી અદાલત) દ્વારા વિશેષ માહિતી આપી જાગૃત કરાયા.
આ પ્રસંગમાં સરકાર દ્વારા ઉપસ્થિત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી બગથરીયા હસ્તે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે સારું કાર્ય કરેલ મહિલા સરપંચ.અને જાગૃત મહિલા ઓને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિન ઉજવણી પ્રસંગે વીરપુર. દેવકિગલોલ. રબારીકા.વાડા સડા. સહિત અન્ય ગામો ની મહિલા ઓ ક્ધયા વિદ્યાલય ની બળા ઓ એ ભાગ લીધો હતો. શિબિર ના અંતે બહેનો ને શ્રી શ્રી રવિશંકર આશ્રમ ના યોગગુરુ મહેન્દ્ર ભાઈ દ્વારા યોગ સાધના કરાવવામાં આવેલ. સ્વચ્છતા અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ માટે વીરપુર ગ્રામ પંચાયત દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.


Advertisement