કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે નવયુગ પ્રા.શાળાના છાત્રો બન્યા વિજેતા

10 August 2018 11:50 AM
Junagadh
  • કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે નવયુગ પ્રા.શાળાના છાત્રો બન્યા વિજેતા

તબલાવાદન અને હળવા હાર્મોનિયમની સ્પર્ધામાં વિદ્યાર્થીઓ મેદાન મારી ગયા!

Advertisement

માંગરોળ તા.10
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ કલામહાકુંભ-ર018 અંતર્ગત જીલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા.4-8-2018ને શનિવારના રોજ કેશોદ મુકામે યોજાયેલ, જેમાં અનેક વિધ સ્પર્ધાઓ સફળ રીતે પૂર્ણ થઈ. જેમાં માંગરોળ મુકામે કાર્યરત રાજકુમાર એજ્યુકેશનલ એકેડમી અંતર્ગત ચાલતી ગુજરાતી માધ્યમની નવયુગ પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓએ સમુહગીત-તબલાવાદન તેમજ હળવા હાર્મોનિયમની સ્પર્ધામાં વિજેતા થઈ સ્કૂલ તેમજ માતા-પિતાનું ગૌરવ વધારેલ છે.
હવે વિજેતા વિદ્યાર્થીઓ આગળ જુનાગઢ જીલ્લાનું પ્રતિનિધિત્વ લઈ. પ્રદેશ કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા જશે. વિદ્યાર્થીઓએ જેમાં વિજય હાંસલ કર્યો તેમાં જીલ્લા કક્ષા કલામહાકુંભ-(વયજૂથ-6થી 14 વર્ષ) અંતર્ગત સમુહગીત પ્રથમ ક્રમાંકે વિજેતા મણીયાર મહેક દિનેશભાઈ, ખેર દિશા વનરાજભાઈ, ઉદિયા અમ્મારા હારૂનભાઈ, ખેર જાનવી વાલાભાઈ, સોલંકી રાધીકા રમેશભાઈ વિજેતા થયા હતા. તો તબલાવાદન પ્રથમ ક્રમાંકે વિજેતા કાચા પ્રિયાંશુ સુનિલભાઈ અને હાર્મોનિયમ હળવું તૃતિય ક્રમાંકે વિજેતા લશ્કરી આશુતોષ પ્રકાશભાઈ વિજેતા થયા હતા. ઉપરોકત સિધ્ધી હાંસલ કરાવવા આચાર્યએ ખૂબ જહેમત ઉઠાવી, બાળકોને માર્ગદર્શન પૂરું પાડી ઉત્સાહ વધારી અને તૈયારી કરાવી હતી. જે સરાહનીય હોવાનું મેનેજીંગ ટ્રસ્ટી મનોજભાઈ વિઠલાણીએ જણાવ્યું હતું.


Advertisement