વિસાવદર પંથકના બે ગામોને પાક વિમો નહી ચુકવાતા ખેડૂતોની ઉગ્ર રજુઅાત

10 August 2018 11:49 AM
Junagadh
  • વિસાવદર પંથકના બે ગામોને પાક વિમો નહી ચુકવાતા ખેડૂતોની ઉગ્ર રજુઅાત

ખેડૂતોઅે રોષ પૂણૅ રેલી યોજી અધિકારીને અાવેદન અાપ્યું

Advertisement

વિસાવદર, તા. ૯ વિસાવદર તાલુકાના જાબુડા (બાવાજીના) અને નાની પીંડાખાઈ ગામના ખેડુતો દ્વારા પાક વિમો મંજુર કરવા અાવેદનપત્ર અાપવામાં અાવ્યું છે. વિસાવદર તાલુકાના જાબુડા (બાવાજીના) તેમજ નાની પીંડાબાઈ ગામના ખેડુતો દ્વારા પ્રાંત અધિકારી તેમજ વિસાવદર મામલતદારને અાવેદનપત્ર અાપવામાં અાવ્યું હતું જેમાં ગત વષૅ પણ નિષ્ફળ ગયેલ હોય છતાં સરકાર દ્વારા બંને ગામને પાક વિમામાં અન્યાય કરવામાં અાવ્યાનો અાક્ષેપ કરેલ જયારે ગત વષૅ અોછા વરસાદ અને પાકમાં અાવેલા રોગોના કારણે પણ નિષ્ફળ ગયેલ હોય જયારે સરકાર દ્વારા પાક વિમો મજુર કરવામાં અાવ્યો હતો તેથી ત્યાં ગામના ખેડુતોની અવદશા થઈ રહી છે તેમજ તેને ભારે નુકસાની ભોગવવાનો વારો અાવ્યો છે. જયારે બંને ગામના ૧૦૦થી વધુ ખેડુતો દ્વારા અાવેદનપત્ર અાપવામાં અાવ્યું હતું તેમજ દિવસભરમાં યોગ્ય કાયૅવાહી કરવામાં નહી અાવે તો તા. ર૦/૮/૧૮ના રોજ બંને ગામના ખાતેદાર ખેડુતો દ્વારા પોતાના બળદ ગાડા, ટ્રેકટરો તેમજ માલઢોર સાથે વિસાવદર મામલતદાર અોફિસમાં ગ્રાઉન્ડમાં ઉપવાસ અાંદોલન કરવાની ચીમકી અાપી છે. રેલ્વે અાંદોલનને પાંચરુદિવસ થવા છતાં પણ અાંદોલન અડીખમ રેલ્વે તંત્ર સામે વિસાવદરના લોકો તેમજ સામાજિક સંસ્થાઅોનો અેક જ સુર ટ્રેન ચાલુ કરવી તેમજ તે પણ જુના સમય પત્રક પ્રમાણે વિસાવદર રેલ્વે તંત્ર સામે પાંચ દિવસથી ચાલુ અાંદોલન યથાવત રહયું છે. જયારે શહેરના નાગરીકો તેમજ સામાજિક સંસ્થાઅોના ટેકો જાહેર કયાૅ બાદ અાંદોલન કરનાર લોકોમાં નવો જુસ્સો પુરાયો છે. જયારે ભાવનગર ડીઅારઅેમ દ્વારા ઉપવાસી છાવણીની મુલાકાત કરવામાં અાવી હતી જયારે યોગ્ય ખાતરી નહી મળતા અાંદોલન ચાલુ રાખવાનું લોકો તેમજ સંસ્થા દ્વારા નકકી કરવામાં અાવ્યું હતું જયારે બુધવારે રેલ્વે દ્વારા ટ્રેકો પર ડેમુ ટ્રેન દોડાવીને ટ્રેકનું ચેકીંગ કરવામાં અાવ્યું હતું જયારે ટ્રેક ચેકીંગ કયાૅ બાદ પણ અાંદોલન કરનાર સંસ્થા અને લોકોને જવાબ મળ્યો ન હતો જેના કારણે જયાં સુધી અા તમામ ટ્રેનો ચાલુ નવી થાય ત્યાં સુધી ઉપવાસ અાંદોલન ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું.


Advertisement