વેરાવળ સરકારી હોસ્પિટલના તબિબ સામે નવ દિવસ બાદ મહિલાને છેડછાડ કર્યાનો ગુનો નોંધાયો

10 August 2018 11:48 AM
Veraval

વાવડી ગામે મંદિરના ઓટલા પર જુગાર રમતા 6 જુગારી ઝડપાયા

Advertisement

વેરાવળ તા.10
વેરાવળમાં સરકારી હોસ્પી-ટલના ગાયનેક તબીબ એ સર્ગભા મહિલા ચેકઅપ કરવા આવેલ ત્યા-રે શારીરીક છેડછાડ કર્યાની નવ દિવસ પહેલા પોલીસમાં મહિલાએ અરજી આપેલ હતી જે અંગે પોલીસે શારીરીક છેડછાડ અને ઘમકી આપ્યાન અંગેનો ગુન્હો નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ સરકારી હોસ્પી ટલમાં અઠવાડીયા પહેલા બનેલ બનાવની વિગતોમાં ગત તા.1 ના રોજ સોમનાથ ટોકીઝ વિસ્તાવરમાં રહેતી એક સર્ગભા મહિલા ચેક અપ કરાવવા સરકારી હોસ્પીોટલના ગાયનેક તબીબ ડો.કુબાવત પાસે ગયેલ તે સમયે તબીબે મહિલા દર્દીની સાથે રહેલ કાકીજી સાસુને ચેમ્બર બહાર બેસાડી સર્ગભાનું ચેક અપ દરમ્યોન ગુપ્ત ભાગો સહિત શરીરના અન્યક ભાગો પર હાથ ફેરવી શારીરીક છેડતી કરી બિભત્સર માંગણી કરી રહેલ હોવાથી મહિલા દોડીને બહાર નિકળી જઇ તેના પરીવારજનોને તબીબએ અંદર આચરેલ કરતુતની આપવીતી વર્ણવેલ અને આ અંગે મહિલાએ પતિ સહિતના પરીવારજનો અને સમાજના આગેવાનોને તમામ હકકીત જણાવી હતી.
ઉપરોકત બાબતે સર્ગભા મહિલાએ સ્થાછનીક પોલીસમાં તબીબ સામે બળાત્કાીરની કોશીષનો ગુન્હો નોંઘવા અરજી કરેલ હતી જે અનુસંઘાને પોલીસે ગઇ કાલે સરકારી હોસ્પી ટલના ગાયનેક ડો.કુબાવત સામે શારીરીકે છેડતી કર્યા અંગે આઇ.પી.સી. કલમ 354 (એ,1), 506 (2) હેઠળ ગુન્હો નોંઘી વઘુ તપાસ મહિલા પી.એસ.આઇ. ચનીયારાએ હાથ ઘરી છે.
જુગાર
વેરાવળ તાલુકાના વાવડી ગામે મંદિરના ઓટા પર જુગાર રમતા છ જુગારીઓને પોલીસે ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાવડી ગામે બુઘવારે મોડી સાંજે ઠાકોર મંદિરના ઓટા ઉપર જુગાર રમતા હોવાની બાતમીના આઘારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલ સરમણ કરશન સોલંકી, રહેમુદ ઇસ્મા ઇલ ચૌહાણ, અશ્વીપન મુળજી મકવાણા, રમેશ વજુ મકવાણા, અરવિંદ મેણસી મેવાડા, દિનેશ મુળા સોંદરવા ને રોકડા રૂા.27060 તથા ગંજીપાના સાથે પકડી પાડી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.


Advertisement