યમનમાં હવાઈ હુમલામાં બસ નિશાન; 29 બાળકો સહિત 50 મોત

10 August 2018 11:36 AM
India
  • યમનમાં હવાઈ હુમલામાં બસ નિશાન; 29 બાળકો સહિત 50 મોત

વિદ્યાર્થીઓના મિસાઈલ હુમલાનો બદલો લેવા સંયુકત સેના ત્રાટકી

Advertisement

સના તા.10
વિદ્રોહિઓના કબ્જા વાળી ઉત્તરીય યમનમાં આજે એક બસ પર હુમલામાં ઓછામાં ઓછા 50ના મોત નીપજયા છે. જેમાં 29 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કુલ 77 લોકો ઘાયલ થયા હતા. આ અંગે ઈન્ટરનેશનલ રેડક્રોસ સમિતિએ સતાવાર નિવેદન આપ્યું છે.
સાઉદી અરબના નેતૃત્વ વાળા સૈન્યબળે જણાવ્યુ છે કે તેમણે કાયદેસરની સૈન્ય કાર્યવાહી હાથ ધરીને હુતી વિદ્રોહિઓને નિશાનો બનાવ્યો છે. તેમણે સાઉદી જિજાનમાં કરવામાં આવેલા જીવલેણ મિસાઈલ હુમલાનો બદલો લીધો છે. રેડક્રોસ સમિતિના જણાવ્યા પ્રમાણે હુતીના ગઢ સાદામા બાળકોથી ભરેલી બસ આ હુમલાનો શિકાર બની હતી. જેમાં ડઝનો બાળકો ઘાયલ થયા હતા અને જીવ ગુમાવ્યો હતો.
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે યમનમાં અમારી ટીમની બચાવ અને રાહત કામગીરી દ્વારા હોસ્પિટલમાં 15 વર્ષ સુધીની વય ધરાવતા 29 બાળકોના મૃતદેહો પહોંચાડવામાં આવ્યા હતા. આ હુમલામાં 30 બાળકો સહિત 48 ઘાયલોને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
હુતીમાં આવેલ દહયાન બજારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. જેની અડફેટે નિર્દોષ લોકો આવી ગયા હતા. જેમાં 50 લોકોના મોત નિપજયા છે. જયારે 77 જેટલા લોકો ઘાયલ થયા છે. હુમલામાં થયેલા મોતમાં બાળકોની સંખ્યા જ વધારે છે.


Advertisement