અાંખોની હિલચાલથી પસૅનાલિટી પારખી શકે અાટિૅફિશ્યલ ઈન્ટેલિજન્સ

10 August 2018 11:20 AM
Technology
  • અાંખોની હિલચાલથી પસૅનાલિટી પારખી શકે અાટિૅફિશ્યલ ઈન્ટેલિજન્સ

Advertisement

જમૅનીની યુનિવસિૅટી અોફ સ્ટુટગાટૅ અને અોસ્ટ્રેલિયાની ફિલન્ડસૅ યુનિવસિૅટીના સંશોધનકારોઅે વ્યકિતની અાંખોની હિલચાલો પરથી અેના વ્યકિતત્વને પારખી શકે અેવી અાટિૅફિશ્યલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ વિકસાવી છે. માણસના વ્યકિતત્વ અને અાંખોના હલચલન વચ્ચે સંબંધની ગણતરી કરતા અાટિૅફિશ્યલ ઇન્ટેલિજન્સની શોધ કરી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે માણસની અાંખોની હિલચાલ પરથી અે વ્યકિત સામાજિક રીતે મળતાવડી છે કે નહી, અંતરાત્માના અવાજને અનુસરે છે કે નહી અને અે વ્યકિતમાં કેટલી જિજ્ઞાસા છે અે બાબતોનો ખ્યાલ અાવે છે. અાટિૅફિશ્યલ ઇન્ટેલિજન્સના નવા અેલ્ગરિધમ સોફટવેર દ્વારા વ્યકિતત્વનાં ચાર મહત્વનાં પાસા બાબતે જાણવા મળે છે. અે ચાર બાબતોમાં વ્યકિતના સ્વભાવમાં ચીડિયાપણું બહિૅમુખતા, સંમત થવાની ક્ષમતા અને અંતરાત્માના અવાજને અનુસરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. સંશોધકોઅે યુનિવસિૅટી કેમ્પસની અાસપાસ ૪ર જણની રોજિંદી પ્રવૃતિઅો દરમ્યાનની અાંખોની હિલચાલોનંુ નિરીક્ષણ કયૅુ હતું. ત્યાર પછી તેમની પાસે કેટલાક સવાલોના જવાબો લખાવવામાં અાવ્યા હતા. અભ્યાસ દ્વારા અાંખોના હલનચલ અને પસૅનાલિટી વચ્ચેના સંબંધ વિશે જાણકારી મળી શકે છે. અા સંશોધન દ્વારા માનવી અને યંત્ર વચ્ચે સંવાદ વધારવાની પણ શકયતા ખૂલે છે.


Advertisement