જ્હોન અબ્રાહમની હીરોઇન આયેશા કૉંગ્રેસનાં ધારાસભ્યની પુત્રી !

09 August 2018 10:26 PM
Rajkot Entertainment India
  • જ્હોન અબ્રાહમની હીરોઇન આયેશા કૉંગ્રેસનાં ધારાસભ્યની પુત્રી  !

‘સત્યમેવ જયતે’ફિલ્મમાં પ્રથમ વખત દેખાશે આયેશા શર્મા

Advertisement

જ્હોન અબ્રાહમની ‘સત્યમેવ જયતે’ ફિલ્મ 15 ઑગષ્ટનાં રોજ રિલીઝ થનાર છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ સાથે આયેશા શર્મા જોવા મળશે. મૉડલિંગથી પોતાના કેરિયરની શરૂઆત કરનારી બી-ટાઉન ગર્લ આયેશાની આ પ્રથમ ફિલ્મ છે, આયેશા બિહારનાં એક કોંગી ધારાસભ્યની પુત્રી છે.કૉંગ્રેસ ધારાસભ્ય અને બિઝનેસમેન અજિત શર્માની આયેશા પુત્રી છે. વર્ષ 2014માં ભાગલપુર સીટથી તેમને કૉંગ્રેસનાં ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

બિહારનાં ભાગલપુરમાં જન્મેલી આયેશા નાની વયે જ દિલ્લી આવી ગઈ હતી. કૉલેજમાં બાયોટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું. ભણતર પૂરુ થયા બાદ આયેશાએ મૉડલિંગ તરફ ઝંપલાવ્યું, જ્યાં તેને કામ કરવા મળ્યું. આ ઉપરાંત તે કિંગફિશર કેલેન્ડર ગર્લ પણ રહી ચુકી છે અને આયુષ્યમાન ખુરાનાનાં ‘એક વારી’ વિડીયોમાં પણ જોવા મળી ચુકી છે.


Advertisement