પાકિસ્તાન : સિંગર પત્નીને પતાવી દેતો પતિ !

09 August 2018 10:13 PM
Rajkot World
  • પાકિસ્તાન : સિંગર પત્નીને પતાવી દેતો પતિ !

Advertisement

પાકિસ્તાનની પ્રખ્યાત સિંગર રેશમાની તેના પતિએ આજથી ૮ દિવસ પહેલા ગોળી મારીને હત્યા કરી છે. રેશમાની હત્યા પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનવાનાં નોશેરા કલાંમાં કરવામાં આવી. જમીન વિવાદનાં કારણે સિંગરનાં પતિએ તેની હત્યા કરી દીધી છે. રેશમાં તેની ચોથી પત્ની હતી. રેશમા પતિ સાથે વિવાદ બાદ તેના ભાઈ સાથે રહેતી હતી.

આરોપીએ ઘરમાં ઘૂસીને રેશમા પર ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં રેશમાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને તેનું મૃત્યુ થઇ નિપજ્યુ. રેશમાનાં મૃત્યુ બાદ તેના પતિએ પોલીસ સમક્ષ ઘટનાને એ રીતે વર્ણવી કે જાણે કશું બન્યું નથી. આ ઘટના 1 ઑગષ્ટે બની હતી.


આ પહેલા પણ પાકિસ્તાનમાં મહિલા કલાકારોની હત્યાનાં બનાવો આવ્યા છે. આ પહેલા ફેબ્રુઆરીમાં અભિનેત્રી સુનબુલને હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં પરફૉર્મ ના કરવાનાં કારણે મારી નાંખવામાં આવી હતી. રેશમાને તેના ઘણા જાણીતા પશ્તો ગીતોને લઇને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને જાણીતા પાકિસ્તાની ડ્રામા ‘ઝોબાલ ગોલુના’ને કારણે પણ ઓળખવામાં આવે છે.


Advertisement