સની લિયોનીની દિલેરી !બીમાર મિત્ર માટે માંગી મદદ

09 August 2018 10:07 PM
Rajkot Entertainment India
  • સની લિયોનીની દિલેરી !બીમાર મિત્ર માટે માંગી મદદ

Advertisement

સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ પર એક દુ:ખદ વાત શેર કરી દોસ્ત પ્રભાકર માટે પૈસાની અપીલ કરી છે. પ્રભાકરની બંને કિડનીઓ ખરાબ થઇ ચુકી છે. તે હૉસ્પિટલમાં ડાયાલિસિસ પર છે. ડૉક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી છે. સનીએ ફેન્સ પાસે ઇલાજ કરવા માટે પૈસા ભેગા કરવા મદદ માંગી છે.

સનીએ ઇન્સ્ટાગ્રામ પર પ્રભાકર માટે 2 ફૉટો શેર કર્યા છે.
એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે, "હું પ્રભાકર માટે પૈસા ભેગા કરી રહી છું". તે શૂટિંગ દરમિયાન અમારી સંપૂર્ણ ટીમનું ધ્યાન રાખતો હતો. તે તેના પરિવારમાં એકલો જ કમાનાર છે. પ્રભાકરનાં ઘરમાં તેની મા, પત્ની અને બાળકો છે. ઘરનો ખર્ચો પ્રભાકર જ ઉઠાવે છે,

પરંતુ એક વર્ષ પહેલા કિડની ખરાબ થવાના કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જે હૉસ્પિટલમાં તેની સારવાર થઇ રહી હતી ત્યાં ખોટી ટ્રીટમેન્ટ થઇ. જેવી જ મને અને ડેનિયલને ખબર પડી અમે પ્રભાકરને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કર્યો અને તેના મેડિકલ બિલ ભર્યા, ત્યાં સુધી પ્રભાકરની કિડની ફક્ત ૨૦ ટકા જ કામ કરી રહી હતી.;લીયોનીનું કહેવું છે કે ખુબ મોટા ખર્ચને પહોચી વળવા તે મિત્ર માટે મદદ માંગી રહી છે.


Advertisement