છાત્રોની સલામતી માટે અમદાવાદમાં શાળાની પહેલ !

09 August 2018 09:57 PM
Rajkot Gujarat
  • છાત્રોની સલામતી માટે અમદાવાદમાં શાળાની પહેલ !

યુરો સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલણી બસોમાં વિદ્યાર્થીઓની સલામતી માટે જીપીએસ સીસ્ટમ- સીસીટીવી લગાડાયા

Advertisement

અમદાવાદની યુરો સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલે પોતાની સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓની સલામતી માટે જીપીએસ સીસ્ટમ અને સીસીટીવી લગાડી દીધા છે.આ સિસ્ટમને મોબાઈલ એપ લીંકઅપ કરાયું છે. જેથી સ્કૂલ બસ કેટલી સ્પીડમા ચાલી રહી છે અને કઈ જગ્યાએ ઉભી રહી છે તેની તમામ માહિતી બાળકના માતાપિતા પણ પોતાના મોબાઈલ પર જોઈ શકે.

સ્કૂલ દ્વારા ટ્રાફિકના નિયમોને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓની સલામતી માટે આ પહેલ કરી છે અને આ સુવિધાના લોન્ચિંગ પ્રસંગે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ મહેતા અને અમદાવાદ આરટીઓ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યાં હતા.વિદ્યાર્થીઓની સલામતી માટેની આ પ્રકારની વ્યવસ્થા અન્ય શાળાઓ પણ કરે તેવા પ્રયાસ કરાશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.


Advertisement