પરિવારે સાથ ના આપ્યો, પણ સલમાનખાન કામ આવ્યો !

09 August 2018 08:37 PM
Rajkot Entertainment
  • પરિવારે સાથ ના આપ્યો, પણ સલમાનખાન કામ આવ્યો !

અભિનેત્રી પૂજા ડડવાલ ટીબીની બીમારીમાં પટકાઈ ત્યારે પરિવારે સાંભળી નહોતી !

Advertisement


બોલિવુડનો દબંગ ખાન કહેવાતો સલમાન ખાન ફિલ્મો જ નહીં પરંતુ રિયલ લાઇફમાં પણ હીરો છે, જેનું વધુ એક ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું હતું. સલમાન ખાનને કારણે આજે તેની કો-સ્ટાર એકદમ ફીટ થઈ ચૂકી છે. સલમાન ખાન સાથે વર્ષ 1995મા આવેલી વીરગતી ફિલ્મમાં કો-સ્ટાર તરીકે નજરે ચઢેલી પૂજા ડડવાલ ટીબીની બીમારીથી ઝઝૂમી રહી હતી. તેની આર્થિક સ્થિતિ ઠીક નહોતી. જરૂરિયાતની આગળ મજબૂર થઈને પૂજાએ સલમાન ખાન પાસે મદદ માંગી.

દબંગ ખાને પણ આગળ આવીને મદદ કરી અને ઇલાજનો ખર્ચ ઉઠાવ્યો. રિપોર્ટ મુજબ બીમારીના મુશ્કેલ સમયમાં પૂજાનો પરિવારવાળા અને પતિએ પણ સાથ છોડી દીધો હતો, પરંતુ સલમાન ખાનને કારણે આજે તે બિલકુલ ઠીક છે. બીમારીના દિવસોમાં પૂજામાં એટલી નબળાઈ આવી ગઈ હતી કે તે સલમાનને પોતે મળવા પણ નહોતી જઈ શકી. પણ તેણે એક વીડિયો મારફતે સલમાનની મદદ માંગી હતી. પૂજા એવી હાલતમાં હતી, જ્યારે તેની પાસે ચા પીવાના પણ પૈસા નહોતા.

પૂજાનું વજન ખૂબ ઉતરી ગયું હતું. જ્યારે ઇલાજ શરૂ થયો ત્યારે તેની હાલતમાં સુધારો આવ્યો અને હાલમાં પૂજા એકદમ ફીટ છે અને તે સલમાનનો આભાર માનતા નથી થાકતી. આ પહેલીવાર નથી જ્યારે સલમાને કોઈની મદદ કરી હોય. આવા ઘણા કિસ્સા છે, જ્યારે સલમાન જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું નથી ચૂકતો.


Advertisement