ફાટી ગયેલી 200-2000 રૂપિયાની નોટ બદલી દેવાશે

09 August 2018 08:17 PM
Rajkot Gujarat India
  • ફાટી ગયેલી 200-2000 રૂપિયાની નોટ બદલી દેવાશે

ટૂંક સમયમાજ રીઝર્વબેંક નોટીફીકેશન બહાર પાડશે

Advertisement

તમારી જો 200 અને 2000 રૂપિયાની નોટ ગંદી થઈ ગઈ હોય કે ફાટી ગઈ હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. નાણાં મંત્રાલયે આ અંગે રિઝર્વ બેંકને લીલી ઝંડી આપી દીધી છે. ટૂંક સમયમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, ત્યારબાદ તમે ગંદી અથવા ફાટી ગઈ હોય તેવી નોટને બદલાવી શકશો. નાણાં મંત્રાલયના સૂત્રો મુજબ રિઝર્વ બેંક અમારી પાસે ફાટેલી અને ગંદી નોટ બદલાવ માટે RBI રુલ્સ 2009મા બદલાવ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને મંજૂરી આપીને રિઝર્વ બેંક પાસે મોકલી દેવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં આ માટે નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવશે. અત્યારસુધી ફક્ત 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000 રૂપિયાની નોટ બદલવા માટેનું જ પ્રાવધાન હતું. પરંતુ રિઝર્વ બેંકની જાહેરાત બાદ 200 અને 2000 રૂપિયાની નવી નોટ પણ બદલી શકાશે.


Advertisement