સદગુરૂ અાશ્રમમાં શ્રાવણ માસ દરમ્યાન દ્વાદશ જયોતિલિઁગ, ગંગા મૈયાના પ્રત્યક્ષ દશૅનનું અાયોજન

09 August 2018 05:31 PM
Dharmik Gujarat
  • સદગુરૂ અાશ્રમમાં શ્રાવણ માસ દરમ્યાન દ્વાદશ જયોતિલિઁગ, ગંગા મૈયાના પ્રત્યક્ષ દશૅનનું અાયોજન

Advertisement

રાજકોટ, તા. ૯ સદગુરૂ સદન ટ્રસ્ટરુસદગુરૂ અાશ્રમના પ્રાંગણમાં તા. ૧રથી રવિવાર થી તા. ૯ના રવિવાર સુધી દેવાધિદેવ ભગવાન શિવશંકરનાં બાર જયોતિલિઁગના દિવ્ય દશૅનનું ભવ્ય અાયોજન કરવામાં અાવેલ છે તથા હરિદ્વાર ગંગામૈયાના દિવ્ય દશૅનનો અલભ્ય લ્હાવો લેવા અનુરોધ થયો છે. જેમાં બાર જયોતિલિઁગનાં દિવ્ય દશૅન અાજનાં અા મોંઘવારીનાં મહાયુગમાં ખુબ જ કઠીન અને ખચાૅળ બની રહે છે. સદગુરૂ અાશ્રમના પ્રાંગણમાં દ્વાદશ જયોતિલિઁગનાં દશૅન કરી કઠીન અને ખચાૅળ યાત્રાઅોમાંથી મુકિત મળે છે અને અાપણે અા બાર જયોતિલિઁગનાં દિવ્ય દશૅનનો અલભ્ય અેવો લાભ મેળવી અનેકગણું પુણ્યફળ પ્રાપ્ત કયાૅની અાધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુકિત મળી શકે છે. ભગવાન શ્રી શિવશંકરનાં દ્વાદશ જયોતિલિઁગનાં પ્રતિષ્ઠા તથા પૂજન, તા. ૧રના રવિવારે સવારે ૯ કલાકે, દ્વાદશ જયોતિલિઁગની દરરોજ અારતીનો સમય : સવારે ૭નો છે, સાંજની અારતીનો સમય : સાંજની અારતીનો સમય સાંજે ૮ કલાકે, દરરોજ થાળ ધરાવવાનો સમય સવારે ૧૦.૪પ કલાકનો રહેશે, દરરોજ દશૅન કરવાનો સમય સવારે પ.૩૦ કલાકે થી ૧ર.૩૦ કલાક સુધી તથા બપોરે ૪ થી રાત્રિનાં ૧૦.૩૦ સુધીનો રહેશે. મંગલેશ્ર્વર મહાદેવનાં મંદિરમાં દર સોમવારે શ્રૃંગાર દશૅનનો સમય સાંજે ૬ થી ૧૦ વાગ્યાનો રહેશે. શ્રૃંગાર દશૅન મંગલેશ્ર્વર મહાદેવ મંદિરમાં શ્રૃંગાર દશૅન તા. ૧૩ના સોમવારે સાંજે ૬ થી રાત્રિના ૧૦ સુધી, તા. ર૦ના સોમવારે સાંજે ૬ થી રાત્રિના ૧૦ સુધી, તા. ર૭ના સોમવારે સાંજે ૬ થી રાત્રિના ૧૦ સુધી, તા. ૦૩ના સોમવારે સાંજે ૬ થી રાત્રિના ૧૦નો રાખવામાં અાવેલ છે.


Advertisement