વોટસએપમાં ખામી છે, અને એનો લાભ લઈ હેકર મેસેજમાં ગરબડ કરી શકે

09 August 2018 05:14 PM
India Technology
  • વોટસએપમાં ખામી છે, અને એનો લાભ લઈ હેકર મેસેજમાં ગરબડ કરી શકે

મેસેજ આંતરીને ફેરફાર કરી ફોરવર્ડ કરી શકાય છે ઈઝરાયેલની સાઈબર સિકયુરીટી કંપની ચોંકાવનારો દાવો

Advertisement

તેલઅવીવ તા.9
ઈઝરાયેલી સાયબર સિકયુરીટી કંપનીએ દાવો કર્યો છે કે તેમણે વોટસએપમાં ખામી શોધી કાઢી છે. આ ખામીનો ગેરલાભ ઉઠાવી રેકર્ડ મેસેજમાં સુધારાવધારા કરી ફેક મેસેજ મોકલી શકે છે.
ચેકપોઈન્ટ નામની કંપનીએ જણાવ્યું છે કે આ ખામીના કારણે હેકરને ગ્રુપ અથવા પ્રાઈવેટ વાતચીત કરનારાએ મોકલેલો મેસેજ આંતરવાથી અને ગરબડ કરવાની તક મળી જાય છે. આ રીતે તે ગેરમાહિતી ઉભી કરી ફેલાવી શકે છે.
લોકપ્રિયતા અને મેસેજ ગ્રુપ્સને ફોરવર્ડ કરવાની સુવિધાને લીધે ગેરમાહિતીના પ્રસાર બદલ ફેસબુકની માલિકીની વોટસએપ જુદા-જુદા દેશોમાં સતાવાળાઓની નજરમાં આવી છે.
ગત મહીને એપએ ભારતમાં મેસેજ ફોરવર્ડ કરવાની લિમીટ નકકી કરી હતી. લિન્ચીંગના બનાવો વધવા પાછળ સોશ્યલ મીડીયા, ખાસ કરીને વોટસએપ આંશિક રીતે જવાબદાર હોવાનું માની સરકારે તેને ચેતવણી આપી હતી.


Advertisement