ચહેરાના હાવભાવ વાંચવામાં અોટિસ્ટિક બાળકોને ખૂબ મદદરૂપ થશે ગૂગલ ગ્લાસ

09 August 2018 05:12 PM
Health
Advertisement

અોટિઝમના દદીૅ બાળકોને ગુગલ ગ્લાસ અને સંકલિત સ્માટૅફોન અેપ સોશ્યલ સ્કિલ્સ વધારવામાં મદદરૂપ થાય છે. અાંખો પર પહેરવાના ડિવાઈસને સ્માટૅફોન અેપ સાથે જોડતા અોટીઝમના દદીૅ બાળકોને લોકોના ચહેરાના હાવભાવ વાંચવામાં સરળતા પડે છે. અમેરિકાની સ્ટેનફડૅ યુનિવસિૅટી સ્કુલ અોફ મેડિસિનના સંશોધકોઅે વિકસાવેલી સુપરપાવર ગ્લાસ થેરપી બાળકોને પહેરવાના ગૂગલ ગ્લાસ દ્વારા લોકોના ચહેરાના હાવભાવ સમજવામાં સરળતા પડે છે. સુપરપાવર ગ્લાસ અપ્લાઈડ બિહેવિયર અેનેલિસિસ પર અાધારીત છે. અેમાં કિલનિકલ ટેકનીશ્યન ચહેરાના જુદા જુદા હાવભાવ દશાૅવતાં ફલેશકાડૅસ બતાવવા જેવી સ્ટકચડૅ અેકસરસાઈઝ દ્વારા લાગણીઅો ભાવનાઅોની અભિવ્યકિતને અોળખવારુપારવાનું શીખવે છે. ગૂગલ ગ્લાસ નામનું ડિવાઈસ લોકલ વાયરલેસ નેટવકૅ વડે સ્માટૅફોન સાથે જોડવામાં અાવે છે. અે ડિવાઈસમાં ગૂગલ ગ્લાસ પહેરનારની દ્રષ્ટિના વ્યાપમાં અાવતા દ્રશ્યને રેકોડૅ કરતો કેમેરા તેમજ અોડિયો વિઝયુલ ઈન્ફમેૅશન માટે નાનકડી સ્ક્રીન અને સ્પીકર પણ હોય છે.


Advertisement