મેદસ્વિતા અોછી કરવા માટે હવે તૈયાર થશે રસી

09 August 2018 05:11 PM
Health
  • મેદસ્વિતા અોછી કરવા માટે હવે તૈયાર થશે રસી

Advertisement

જે લોકો મેદસ્વી છે તેમના માટે ખુશખબર છે, કારણ કે મેદસ્વિતા અોછી કરવા માટે અેક રસી તૈયાર કરવાની દિશામાં રિસચૅ થઈ રહયું છે. મેદસ્વિતા અને રોગ ફેલાવનારા વાઈરસ વચ્ચે કોઈ કડી હોવાની જાણ સાયન્ટિસ્ટોને થઈ છે. અમેરિકામાં યુનિવસિૅટી અોફ મેસેચુસેટસના રિસચૅરુસાયન્ટિસ્ટ ડો. બિલમોર વેબ્લીઅે જણાવ્યું છે કે મેદસ્વી લોકોમાં અેડનોવાઈરસરુ૩૬ જોવા મળે છે. અા વાઈરસ મેદસ્વી લોકોમાં ૧પ ટકા વજન વધારવા માટે જવાબદાર છે. શરદી, અાંખમાં ઈન્ફેકશન અને પેટમાં બીમારી થાય ત્યારે અા વાઈરસ શરીરમાં અાવે છે. અા વાઈરસ શરીરના ફેટ સેલ્સમાં ઉતેજના વધારે છે અને અેથી અે સેલમાં સોજો અાવી જાય છે અને અા સેલ મૃત્યુ પામે છે. અા સેલને શરીરમાંથી બહાર જતાં અા વાઈરસ રોકે છે અને અેથી શરીરમાં અે ફેટ સેલ જમા રહે છે અને અેથી માણસ જાડો થાય છે. ૩૦ ટકા મેદસ્વી લોકોમાં અા વાઈરસ જોવા મળ્યો હતો. શ્ર્વાસને સંબંધિત બીમારી ફેલાવનારા અેડનોવાઈરસ માટે રસી તૈયાર કરવામાં અાવી છે જેનો અમેરિકન અામીૅ ઉપયોગ કરે છે. અાથી હવે અેડનોવાઈરસરુ૩૬ માટે પણ રસી તૈયાર કરી શકાય અેમ છે અને અા વિશે રિસચૅ થઈ રહયું છે.


Advertisement