ઢોલ પીટાયા પછી પાણીમાં બેસી જતા ફિલ્મ કલાકારો

09 August 2018 03:08 PM
Entertainment
  • ઢોલ પીટાયા પછી પાણીમાં બેસી જતા ફિલ્મ કલાકારો
  • ઢોલ પીટાયા પછી પાણીમાં બેસી જતા ફિલ્મ કલાકારો
  • ઢોલ પીટાયા પછી પાણીમાં બેસી જતા ફિલ્મ કલાકારો
  • ઢોલ પીટાયા પછી પાણીમાં બેસી જતા ફિલ્મ કલાકારો
  • ઢોલ પીટાયા પછી પાણીમાં બેસી જતા ફિલ્મ કલાકારો

Advertisement

ફિલ્મ બનાવવી જોખમી બિઝનેસ છે. એમાં કામ કરતા કલાકારો માટે મોટું રોકાણ કરવું પડે છે, એ સિવાય સેટસ અને પ્રોડકશનનો ખર્ચ તો ખરો જ એમાંય જો સુપરસ્ટારને સાઈન કર્યો હોય તો એની ફી કરોડોમાં હોવાની અલબત, ફિલ્મ એના નામે વેચાતી હોય છે. એ ખરું, પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ સ્ટાર પાછળથી ફરી જતા હોય છે. સલમાનખાનની ભૂમિકાવાળી ફિલ્મ ‘ભારત’ પ્રિયંકા ચોપડાએ છોડી એ તાજો દાખલો છે. તગડા પ્રોજેકટો છોડનારા એકટરોની વાત જાણવા જેવી છે.
Image result for Akshay Kumar-Mughal
અક્ષયકુમાર-મોગલ
અક્ષયકુમારે 2017માં મોટા ઉપાડે સોશ્યલ મીડીયામાં ફિલ્મની જાહેરાત કરી હતી. મ્યુઝીક સમ્રાટ ગુલશન કુમારના પેંગડામાં પગ નાખવાથી કલ્પનાથી તે ઉતેજીત હતો. પરંતુ પાછળથી તેણે પીછેહઠ કરી હતી. તેના જણાવ્યા મુજબ હું એનો હિસ્સો નથી. સ્ક્રિપ્ટ સાથે તે સહમત નહોતો. હવે આ રોલ માટે રણવીરકપુરનું નામ ગાજી રહ્યું છે.
Image result for Priyanka Chopra
પ્રિયંકા ચોપડા-ભરત
સલમાનખાન સાથે સહકલાકાર તરીકે કામ કર્યું હોત તો પ્રિયંકા ચોપરાનું બોલીવુડમાં પુનરાગમન અંકીત થયું હોત. 2016માં ‘જય ગંગાજલ’માં કામ કર્યા પછી પીબીએ તેનું ધ્યાન વિદેશના પ્રોજેકટો પર કેન્દ્રીત કર્યુ હતું. ‘ભારત’માં તે કામ કરશે એવી વાતથી ફિલ્મ વિષે અટકળો થવા લાગી છે. પરંતુ તેણે કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તે બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે લગ્ન કરી રહી છે એવી અટકળો વચ્ચે ‘ભારત’ના ડિરેકટર અલી અબ્બાસ ઝાટરે પીસીની એકઝીટની વાતને સમર્થન આપ્યું હતું. અમે આભારી છીએ. અમારી પાસે હજુ સમય છે. કેટરીના કૈફ અમારી બેસ્ટ પસંદગી છે. પ્રિયંકા ચોપરાએ ક્રિસ પ્રાટ સાથે હોલીવુડની એક ફિલ્મ સાઈન કરી છે.
Image result for Sushant Singh Rajput-Romeo Akbar Walter
સુશાંતસિંહ રાજપૂત-રોમિયો અકબર વોલ્ટર
સુશાંતસિંહ રાજપૂત રોમીયો અકબર વોલ્ટર (રો)માં જાસૂસની ભૂમિકા ભજવવાનો હતો. ફિલ્મના પોસ્ટરમાં પણ તે દેખાયો હતો. પરંતુ પાછળથી તેના બદલે જોન અબ્રાહમને લેવામાં આવ્યો.
ડીરેકટર અજય કપુરના જણાવ્યા મુજબ આ માટે બીજું કોઈ કારણ નથી. સુષાંતે અમને જે તારીખ આપી હતી તે અન્ય ફિલ્મ સાથે ટકરાતી હતી. એથી અમે જુદા રસ્તે ચાલવા નિર્ણય કર્યો હતો. કમનસીબે, અમે મોટાભાગની તૈયારીઓ કરી લીધી છે, અને એ શરુ કરવાના આરે હતા. હવે બધી સમસ્યાઓ ઉકલી ગઈ છે. સુષાંત મારા ભાઈ જેવો છે. સુષાંતે પણ અગાઉના કમીટમેન્ટ ફિલ્મ છોડવાનું કારણ ગણ્યું હતું.
Image result for Abhishek Bachchan
અભિષેક બચ્ચન
મેન્ટર જે.પી.દતાની આગામી ફિલ્મ ‘પલટન’ માટે અભિષેક બચ્ચને સહી કરી હતી, પણ પાછળથી ફરી ગયો હતો. અભિને સમજાયું કે સોનુ સુદને સ્ક્રિન પર વધુ જગ્યા મળી છે. દતાએ સમજાવવા પ્રયાસ કર્યો કે સોનુ પાત્ર વધુ સારું છે. પરંતુ એકટરને ગળે ઘૂટડો ન ઉતર્યો, આખરે હર્ષવર્ધન રાણેને પસંદ કરાયો છે.
Image result for Sanjay Dutt- Total Happiness
સંજય દત- ટોટલ ધમાલ
સંજય દત કોમેડી ફિલ્મ ધમાલની ત્રીજી આવૃતિમાં ભૂમિકા ભજવશે તેવી વાત હતી. પરંતુ, સૂત્રોના જણાવ્યા મુજબ સંજય એડલ્ટ કોમેડી આસપાસ ફરતા કથાનકથી સંજયદત આતુર નહોતો, તે પોતાના સંતાનો શાહરાન, ઈકરા અને ત્રિશલા સાથે ગુમાવેલો સમય પાછો મેળવવા પ્રયાસ કરી રહ્યો છું સંતાનો એડલ્ટ કોમેડી ફીલ્મમાં પોતાને જોવે એમ તે ઈચ્છતો નથી.


Advertisement