દેશમાં ૭૦ ટકા શહેરી નાગરિકોમાં ંવિટામીન મ ની ઉણપ

09 August 2018 02:28 PM
Health India
  • દેશમાં ૭૦ ટકા શહેરી નાગરિકોમાં ંવિટામીન મ ની ઉણપ

Advertisement

દેશભરનાં શહેરોમાં રહેતા ૭૦ ટકા નાગરિકોમાં અને ગામડાંમાં રહેતા પ૦ ટકા નાગરિકોમાં વિટામીન ડીની ઉણપ હોવાથી અે લોકોમાં હાડકાંનું બટકણાપણું, વાળ ઉતરવા, ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, અશકિતનો અહેસાસ, નિરાશા, ચિડિયાપણું જેવાં લક્ષણો જોવા મળે છે. ભારતમાં વિટામીન ડીની ઉણપ વિશે વલ્ડૅ હેલ્થ અોગેૅનાઈઝેશનના અહેવાલમાં ઉપરોકત બાબત નોંધાવામાં અાવી છે. અાંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે વિટામીન ડીનું પ્રમાણ મીલીલીટર દીઠ ૩૦ નેનોગ્રામથી અોછું હોય તો તીવ્ર ઉણપ હોવાનું માનવામાં અાવે છે. ભારતમાં અે પ્રમાણ ૧૦ મિલીગ્રામ કરતાં અોછું હોય તો વિટામીન ડીની તિવ્ર ઉણપ માનવાનો અંદાજ નકકી કરવામાં અાવ્યો છે. અેને કારણે ડાયાબીટીઝ, બ્લડરુપ્રેશર અને હાટૅરુઅેટેકની શકયતા રહે છે. જોકે દવાઅો લેવાથી વિટામીન ડીની ઉણપ સરભર કરી શકાતી હોય છે. ભારતમાં ૩૬ ટકા બાળકોમાં વિટામીન ડીનું પ્રમાણ મિલીલીટર દીઠ ૧૦ નેનોગ્રામ કરતાં અોછું હોય છે. બાળકની મમ્મીમાં પણ વિટામીન ડીની ઉણપ હોય છે. અા ઉપરાંત મમ્મીના દૂધમાંથી પણ પૂરતા પ્રમાણમાં વિટામીન ડી મળતું ન હોવાથી ડોકટરો બાળકોને ૪૦૦ ઈન્ટરનેશનલ યુનિટસ વિટામીન ડીનો ડોઝ અાપે છે. પરેલની કિંગ અેડવડૅ મેમોરિયલ હોસ્પિટલના ડીન ડો. અવિનાશ સૂપેના કહેવા મુજબ વિટામીન ડીની ઉણપ દૂર કરવા માટે સવારનાં કુમળા સૂયૅકિરણો અોછામાં અોછી વીસ મીનીટ શરીર પર પડવા જરૂરી છે. સૂયૅ કિરણોમાં વિટામીન ડી ભરપુર પ્રમાણમાં હોય છે. મુંબઈ જેવા શહેરોમાં બદલાતી જીવનશૈલીમાં અેટોલ વખત સૂયૅપ્રકાશ માણવા જવા માટે હોતો નથી. અા ઉપરાંત બેઠાડુ કામકાજ ધરાવતા લોકોમાં પણ વિટામીન ડીની ઉણપ હોઈ શકે છે. સ્કૂલનાં બાળકો, નોકરીયાતો અને ગૃહિણીઅોમાં અા વિટામીનની ઉણપ જોવા મળે છે.


Advertisement