ઇંગ્લીશ દારૂના જથ્થા સહિત 30 હજારનો મુદામાલ ઝડપી લેતી ભાવનગર ક્રાઇમ બ્રાંચ

09 August 2018 01:26 PM
Bhavnagar

મુંબઇથી દીવ જતી પ્રાઇવેટ ટ્રાવેલ્સ બસમાંથી

Advertisement

ભાવનગર તા.9
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.
આજરોજ ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, મુંબઇથી દિવ જતી અતિથી ટ્રાવેલ્સ નામની લકઝરી બસમાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો આવે છે.જે લકઝરી બસ જવેલ્સ સર્કલ માંથી પસાર થવાની છે. જે બાતમી આધારે બસની વોચમાં રહેતાં ઉપરોકત વર્ણનવાળી રજી.નં. જીજે-36-ટી 9200 બસ આવતાં રોકી ચેક કરતાં બસની ડીકીમાં કલીનર મહેબુબભાઇ ઇસ્માઇલભાઇ સૈયદ ઉ.વ.32 રહે.હાશમી ચોક,સૈયદપીર બાપુની બાજુમાં, ઉના જી.ગીર સોમનાથવાળાએ રાખેલ બ્લેન્ડર્સ પ્રાઇડ સીલેકટ પ્રિમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન દાદરાનગર હવેલી ઓન્લી 750 એમએલ લખેલ કંપની સીલપેક કુલ બોટલ નંગ-60 ભરેલ પેટી-5 મળી આવેલ.જે ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-60ની કિ.રૂ.30,000/- તથા મોબાઇલ-1 કિ.રૂ.500/-મળી કુલ રૂ.30,500/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. તેનાં વિરૂઘ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
ઇંગ્લીશ દારૂ સહિત કુલ રૂ.30,500/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં ભાવનગર, એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના હેઠળ સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ રાણા, મીનાઝભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ તથા ડ્રાયવર મહેન્દ્દસિંહ જાડેજા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.


Advertisement