દીવના દરિયામાં લંડનનો N.R.I. યુવાન ડૂબી ગયો

09 August 2018 01:26 PM
Veraval
  • દીવના દરિયામાં લંડનનો
N.R.I. યુવાન ડૂબી ગયો

Advertisement

દીવ તા.9
દીવના મલાલા ગામનો એનઆરઆઈ વિપિન જેઠાલાલ ભાલિયા (ઉ.32) છેલ્લા બે મહિના પહેલા લંડનથી દીવ આવ્યો હતો અને બુધવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં મલાલા ગામના સ્મશાન પાછળ આવેલા દરિયામાં ન્હાવા માટે ગયો હતો. એ સમયે વિશાળ મોજું આવતા તેમને તાણી ગયો હતો. ત્યાં હાજર રહેલા રિતેશ પ્રકાશ બામણિયાની સામે જ આ ઘટના બનતા તેમણે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. છતાં તે હાથ લાગ્યો ન હતો. આ બનાવથી હાલ તો પરિવારજનો ચિંતિત બન્યા છે.
ચોમાસાની સિઝન દરમ્યાન દરિયામાં ભારે મોજા ઉછળતા હોવાથી ન્હાવા માટેની મનાઈ કરાઈ છે અને ચેતવણી સૂચક બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે છતા પર્યટકો ન્હાવા જઈ રહ્યા છક્ષે જેમને રોકવા જરૂરી છે.


Advertisement