અમરેલી જિલ્લામાં દેશી-વિદેશી દારૂ બંધ થતા મેેડીકલ સ્ટોરમાં કોલાવોટરનું વેંચાણ વઘ્યું

09 August 2018 01:24 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં દેશી-વિદેશી દારૂ બંધ 
થતા મેેડીકલ સ્ટોરમાં કોલાવોટરનું વેંચાણ વઘ્યું

રાજુલા પોલીસે બિનકાયદેસર રીતે વેંચાણ થતા નશાકારક પીણા સાથે એકને ઝડપી લીધો

Advertisement

અમરેલી તા.9
અમરેલી જીલ્લામમાં પોલીસે દારૂબંધી સામે લાલ આંખ કરતાં નશાખોરો રઘવાયા બનતા મેડીકલોમાં મળતી નશાયુકત કોલાવોટરનું રાજુલા પંથકમાં દૂષણ વધતા રાજુલા પોલીસે આજે આવી બિનકાયદેસર 10 બોટલ સાથેએક દુકાનદારની ધરપકડ કરવામાં આવતાં બિનઅધિકૃત નશાયુકત પ્રવાહી વેચનારાઓમાં ફફડાટ ફેલાયેલ હતો.
પ્રાપ્તઓ વિગત મુજબ અમરેલી જીલ્લાવનાં નવનિયુકત એસપી નિર્લિપ્તે રાય ઘ્વા રા જીલ્લા નાં બુટલેગરો સામે લાલ આંખ કરતા જયાં દારૂની નદીઓ વહેતી હતી તેવા અમરેલી જીલ્લાનમાં આજે બુટલેગરો ભુગર્ભમાં ઉતરી જતાં નશાખોરો દારૂનાં નશા માટે બેબાકડા બનતા જે દવા (શરદી- ઉધરસ)ની ડોકટરની સલાહ મુજબ લેવામાં આવતી તેવી તેવી દવા કોલાવોટર કે જેમાં નશાયુકત પ્રવાહી આવતું હોવાથી આવી કોલાવોટરનું રાજુલા પંથકમાં બેફામ વેચાણ શરૂ થતાં મહિલાઓમાં પણ ભારે રોષની લાગણી છવાયેલ હતી. આજે રાજુલાનાં પીઆઈ યુ.ડી. જાડેજાએ જાફરાબાદ રોડ ઉપર ભભજય રાજપુતાનાભભ નામની દુકાનમાં રેડ પાડી આવી કોલાવોટર બોટલ નંગ-10 સાથે વિનુ હામુ બાબરીયા (ઉ.વ. ર1) નામના વડનગરનાં યુવાનની રૂા. 61040નાં મુદામાલ સાથે અટકાયત કરવામાં આવેલ હતી. અને સાથો સાથ દુકાનનાં માલિક નરેન્દ્ર બચુ ધાખડા રે. રાજુલાવાળા સામે પણ ગુન્હોલ નોંધવામાં આવેલ હતો.


Advertisement