વેરાવળ-સૂત્રાપાડામાં સતત બીજા દિવસે વીજ ચેકીંગ : વીજ ચોરોમાં ગભરાટ

09 August 2018 12:29 PM
Veraval

163 વીજ કનેકસનોમાં ગેરરીતિ પકડાતા 23.80 લાખના બિલ અપાયા

Advertisement

વેરાવળ તા.9
વેરાવળ-સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પી.જી.વી.સી.એલ. ની 61 ટીમોએ વિજ ચોરી અંગે ચેકીંગની કાર્યવાહી હાથ ઘરેલ જેમાં 163 વિજ કનેકશનોમાં ચોરી થતી હોવાનું બહાર આવતા રૂા.23.80 લાખના બીલો ફટકારતા વિજ ચોરી કરનારાઓમાં દોડઘામ મચેલ છે.
વેરાવળ-સુત્રાપાડા પંથકમાં ગઇ કાલે બીજા દિવસે પી.જી.વી.સી.એેલ. દ્વારા વિજ ચેકીંગની કામગીરી હાથ ઘરેલ હતી. આ કાર્યવાહી અંગે નાયબ ઇજનેર જે.જે.કાચા એ જણાવેલ કે, વીજીલન્સના હેડ ખીસ્તીના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઇજનેર લાખાણીની સુચનાથી આજે સવાર થી તાલુકાના કાજલી, બીજ, આજોઠા, સોનારીયા, દેદા, મલુંઢા, ડારી, સુત્રાપાડા, ઘામળેજ, પ્રશ્નાનવડા, લોઢવા, વડોદરા ઝાલા સહિતના ગામડાઓમાં પી.જી.વી.સી.એલ. ની 61 ટીમોએ 874 વીજ કનેકશનો ચેક કરેલ જેમાંથી 163 કનેકશનોમાં વીજ ચોરી થતી હોવાનું જણાતા રૂા.23,80,000 ના વીજ ચોરીના બીલો ફટકારવામાં આવેલ હતા. પી.જી.વી.સી.એલ. ની બે દિવસની વીજ ચેકીંગ કામગીરીના પગલે વીજ ચોરી કરનારાઓમાં દોડઘામ મચેલ છે.
વિજશોકથી મોત
વેરાવળમાં જાલેશ્વર આવેલ કસ્તુરબા વિઘાલયમાં રસોઇ બનાવવાની કામગીરી કરતી મહિલા યાસ્મીબેન આરબ સાંઢ ઉ.વ.52 નો પગ અકસ્માતે ખુલ્લા વિજ વાયર ઉપર પડતા ઇલેકટ્રીક શોર્ટ લાગતા હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ જયાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજેલ હતું. આ બનાવ બનતા ગ્રામ્ય મુસ્લીમ સેવા સમાજના પ્રમુખ મહમદભાઇ તવાણી સહીતના હોસ્પીટલે દોડી ગયેલ હતા. આ બનાવની વઘુ તપાસ પોલીસે હાથ ઘરેલ છે.


Advertisement