ભાવનગર મહાપાલિકા દબાણ હટાવ સેલ દ્રારા ૭ માં દિવસે પણ અોપરેશન ડીમોલેશન ચાલુ: દબાણ હટાવાયા

09 August 2018 11:12 AM
Bhavnagar
  • ભાવનગર મહાપાલિકા દબાણ હટાવ સેલ દ્રારા ૭ માં  દિવસે પણ અોપરેશન ડીમોલેશન ચાલુ: દબાણ હટાવાયા

Advertisement

ભાવનગર તા. ૯ ભાવનગર મહાપાલિકા દબાણ હટાવ સેલ દ્રારા હાથ ધરવામાં અાવેલ અોપરેશન ડીમોલેશન ૭માં દિવસે પણ અાગળ ધપયું હતું. નવા વિસ્તારોમાં મોટાપાયે દબાણો હટાવવામાં અાવ્યા હતાં. ભાવનગર ગામતળ તથા અાસપાસના વીસ્તારોમાં લગાતાર ૬ દિવસ સુધી મોટાપાયે દબાણો દુર કરવાની કામગીરી કયાૅ બાદ મહાપાલિકા દબાણ હટાવ સેલ દ્રારા સાતમા દિવસે વ્યાપ વધારવામાં અાવ્યો અને નવા અેરિયાઅોમાં ખડાકાયેલ દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં અાવી છે. અાજરોજ ૬ ટીમ દ્રારા સવારે તળાજા રોડ, તળાજા જકાતનાકા, કાળીયાબીડ પાણીની ટાંકી વાળો રોડ, વાઘાવાડી રોડ કાળનાળા રુ ઉપરકોટ ચિત્રા, પે્રસ કવાટર સહિતના વિસ્તારોમાં સાંજ સુધી કામગિરિ કરવામાં અાવી હતી. અને કેબીનો સહિતના દબાણો દૂર કરવામાં અાવ્યા હતાં. ડીમોલેશન ઝાળમાં માત્ર નાની માછલી જ કેમ? અેક સપ્તાહથી શહેરભરમાં ડીમોલેશનનું કાયૅ મહાપાલિકા દ્રારા હાથ ધરવામાં અાવ્યું છે. જે કામગીરીમાં માત્રને માત્ર નાના વેપારીઅોને જ ટાગેૅટ કરવામાં અાવ્યા છે. પરંતુ બોરતળાવની જમીનમાં વિશાળ વિધાસંકુલ, ધામિૅક અાશ્રમ ઉપરાંત બોરતળાવ કાઠા પર શહેરની અેક પ્રતિષ્ઠીત ધામિૅક સંસ્થા દ્રારા વષોૅથી દબાણો યથાવત છે. ઉપરાંત શહેરમાં અનેક નામચિન બિલ્ડરો દ્રારા પાકિઁગની જગ્યા પર વ્યવસાયી અેકમો ખુલ્લા મુકેલા છે. જેના વિરૂઘ્ધ તંત્રઅે અેક હરફ સુઘ્ધા ઉચ્ચારતા નથી અે જ રીતે તમામ શહેરીજનોના મોઢે રોડ પર પશુઅોનો અસહ્ય ત્રાી અા બાબતે પણ તંત્ર કશુ કહેવા કે કામગીરી કરવા માંગતુ નથી જે લોક ચચાૅનો વિષય બન્યો છે.


Advertisement