જસદણમાં નકલી વ્યંઢળોનો અાતંક

09 August 2018 11:11 AM
Jasdan

ટપાકા પાડી વેપારીઅો પાસેથી નાણા ખંખેયાૅ : તંત્ર પગલા લેશે ખરૂ ?

Advertisement

(હિતેશ ગોસાઈ) જસદણ, તા. ૯ જસદણમાં ગઈકાલે સવારથી સાંજ સુધી નકલી વ્યંઢળો દ્વારા રીતસર લુંટ ચલાવવામાં અાવી હોવા છતાં પોલીસને જાણ સુઘ્ધા ન કરાતા ભારે કુતુહલ સજાૅયુ હતું. અા અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે બુધવારે સવારે હજુ વેપારીઅોઅે વેપારમાં બોણી પણ નહોતી કરી ત્યાં પાંચથી છ જેટલા નકલી વ્યંઢળો જાણે ટપાકા પાડતા માંગવાને બદલે લુંટ કરવા અાવ્યા હોય અેવી રીતે સવારથી સાંજ સુધી લુંટ શરૂ કરી ભાગી જતા છે ક સાંજ પડયે વેપારીઅોમાં ભારે દેકારો થતાં અા વાત વાયુવેગે ફરી વળી હતી. વેપારીઅોમાં થતી ચચાૅ મુજબ બુધવારે હજુ તો દુકાન ખોલી દિવાબતી કયાૅ ત્યાં જ નકલી વ્યંઢળોની ફોજ ઉતરી ટપાકા પાડી વેપારીઅો પાસે નાની રકમ નહી પણ બે હજાર જેટલી રકમની માંગણી કરી. અાતંક મચાવ્યો હતો. નકલી વ્યંઢળોની અા ટુકડીઅે શહેરના હાઈસ્કુલ રોડ, મેઈન બજાર, મોતી ચોક, શાક માકેૅટ જેવા કેટલાંય વિસ્તારોના વેપારીઅો પાસેથી સાંજ સુધી લુંટ ચલાવી અા ગેંગ રફુચકકર થઈ ગઈ હતી. વેપારીઅોના જણાવ્યા મુજબ દર મહિને અા ગેંગ માંગવાના બહાના હેઠળ અાવી રકમની માંગણી કરે છે. શહેરના સામાજિક કાયૅકર હિતેશભાઈ માવજીભાઈ ડાંગરઅે જણાવ્યું કે અાવી લેભાગુ ગેંગઅે દિવસભર કળા કરી છતાં વેપારીઅોઅે શા માટે પોલીસને જાણ ન કરી અા ગેંગ શહેરમાં અાખો દિવસ રહી ત્યારે અનેક દુકાનોના સીસીટીવી ફૂટેજમાં ઝડપાઈ જશે.


Advertisement