નિરવ મોદી તો ભાગી ગયો: પંજાબ નેશનલ બેંક હજુ લોહીથી નીતરે છે

08 August 2018 05:31 PM
Business India
Advertisement

દેશની જાહેર ક્ષેત્રની ટોચની પંજાબ નેશનલ બેંક દ્વારા સતત બીજા કવાર્ટરમાં પણ જંગી ખોટ દર્શાવી છે. 2017માં કંપનીએ એપ્રિલ-જૂન કવાર્ટરમાં 343 કરોડનો નફો દર્શાવ્યો હતો જે આ વર્ષે રૂા.940 કરોડની ખોટ દર્શાવી છે અને તે મુખ્યત્વે નિરવ મોદી, મેહુલ ચોકસીએ જે બેંક સાથે છેતરપીંડી કરી તેના પ્રોવીઝનની છે. 2018માં જ બેંકની ઈન્ટ્રેસ સહિતની આવક વધી છે છતાં પણ તેનો નફો ખવાઈ ગયો છે અને ખોટમાં પરિવર્તિત થઈ છે.


Advertisement