એપલ અને ભારત સરકાર વચ્ચે ડીએનડી મુદે સમાધાન

08 August 2018 05:30 PM
Business India
Advertisement

ભારતમાં વેચાતા તમામ ફોનમાં ડુ નોટ ડીસ્ટર્બ એપ્લીકેશન ફરજીયાત બનાવવાના સરકારના આદેશ સામે એપલે વિરોધ કર્યો હતો અને તે થર્ડ પાર્ટી એપને તેના ફોનમાં ડાઉનલોડ કરવાની મંજુરી આપતી નથી તેવુ જણાવ્યું હતું. પરંતુ હવે આ મુદે સરકાર અને એપલ વચ્ચે સમાધાન થઈ ગયું છે. એપલે એક ડગલુ પાછળ હટતા નવી ઓપરેટીંગ સીસ્ટમ કે જે આઈ-10 આવી રહી છે તેમાં ડીએનડી જેવુ ફીચર ઉમેરવાની ખાતરી આપી છે. પરંતુ તે ભારતનાં ડીએનડીને ડાઉનલોડ થવા દેશે નહી. એપલ તાજેતરમાં જ આઈઓએસ 12 ઓપરેટીંગ સીસ્ટમ લોન્ચ કરી રહી છે અને તેમાં ડીએનડી જેવું જ ફીચર હશે. જેથી ગ્રાહક ફોન વાપરનારને બીનજરૂરી કોલ કે એસએમએસથી મુક્તિ મળશે.


Advertisement