ચોટીલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના રૂટોને સાંકળતી એસ.ટી. બસ સુવિધાનો પ્રારંભ

08 August 2018 01:50 PM
Jasdan

મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનાં હસ્તે રૂટનું પ્રસ્થાન

Advertisement

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.8
અંતરીયાળ ગામોમાં વસતા લોકોને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધા થાય તે માટે ગુજરાતના છેવાડાના ગામો સુધી એસ.ટી.ની વધુ સારી સુવિધા ઉપલબ્ધપ બનાવવા અનકવર્ડ ગામોને સાંકળતા એસ.ટી.ના વિવિધ રૂટનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત ચોટીલા તાલુકાના ઠાંગા વિસ્તામરના 10 જેટલા ગામોને સાંકળતા એસ.ટી.ના સરકયુલર રૂટનો જિલ્લાીના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ લીલીઝંડી આપીને શુભારંભ કરાવ્યોળ હતો.
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે, લોકોને વધુ સારી પરિવહન સુવિધા મળી રહે તે માટે સરકાર કટીબધ્ધન છે. રાજય સરકાર દ્વારા ગુજરાતના અંતરિયાળ વિસ્તાુરોમાં આવેલ ગામડાઓને એસ.ટી. સુવિધાઓનો વધુ સારો લાભ મળી રહે તે માટે અનકવર્ડ ગામો સુધી એસ.ટી.ના સરકયુલર રૂટ દ્વારા લોકો માટે એસ.ટી.ની સુવિધા ઉપલબ્ધો બનાવી છે. તેમણે આ તકે ચોટીલા તાલુકાના ગામડાઓ માટે શરૂ કરવામાં આવેલ એસ.ટી.નો આ સરકયુલર રૂટ લોકોને ઉપયોગી બની રહેશે તેવી આશા પણ વ્યરક્ત કરી હતી.
અત્રે ઉલ્લેપખનીય છે કે ચોટીલા તાલુકામાં પ્રથમ તબક્કામાં શરૂ કરાયેલ આ સરકયુલર રૂટમાં આ વિસ્તામરના ફૂલઝર, ગુંદા, ડાકવડલા, સુરૈઇ, મોટા હરણીયા, નાવીયાણી, ગઢેચી, ચીરોડા ભાદર, મહિદડ, કાબરણ અને કાળાસર વગેરે ગામોને આવરી લેવાનું આયોજન છે.
આ પ્રસંગે પ્રાંત અધિકારી વી.ઝેડ ચૌહાણ, ચોટીલા એસ.ટી. ડેપો મેનેજર ડી.એમ. પરમાર, અગ્રણીઓ મેરૂભાઇ ખાચર, નરેશ મારૂ, મનસુખ મકવાણા, ઝિંણાભાઈ ડેરવાળીયા સહિતના ઉપસ્થિતત રહયા હતાં.


Advertisement