એ-ડીવીઝન પોલીસના પીઆઈ સોનારાની બદલી

07 August 2018 09:58 PM
Rajkot Gujarat Saurashtra
  • એ-ડીવીઝન પોલીસના પીઆઈ સોનારાની બદલી

આઈબીમાં મૂકી દીધા : પોલીસનું મોરલ ડાઉન, પોલીટીક્સનું અપ !

Advertisement

ડીમોલીશનની કાર્યવાહી દરમિયાન સ્થાનિક ભાજપના આગેવાન સાથે રકઝક કરવી મોંઘી પડી હોય તેમ શહેરના એ-ડીવીઝન પોલીસના પી.આઈ. સોનારાની આઈબીમાં બદલી કરાતા શહેરમાં પોલીસનું મોરલ તૂટ્યું છે.રાજ્યના પોલીસ વડાએ તેમની તાત્કાલીક બદલી કરી અને આઈબીમાં મૂકી દેતો હુકમ કર્યાનું પોલીસના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. આ હુકમ રાજ્યના પોલીસ વડાએ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હજુ તો આજે સવારે જ સ્થાનિક કોંગ્રેસી આગેવાનોએ શહેર પોલીસ કમિશનરને આવેદન આપી જણાવ્યું હતું કે, કોઈ પણ પગલા ભરતા પહેલા નિષ્ઠાવાન પોલીસની ફરજ દયાને લેજો, કારણ "આપશ્રી પોલીસ કમિશ્નર છો, ભાજપના મહામંત્રી નહિ "!

પણ કોંગ્રેસી આગેવાનોની આવી રજૂઆત પર પાણી ફેરવી દેવાયું હોય અને વર્તમાન સરકાર કહે તેમ જ થાય તે વાતની સાબિતીરૂપ ભાજપના આગેવાન સાથેની પોલીસની રકઝકને લઈને રાજ્યના પોલીસવડા તાત્કાલિક એ-ડીવીઝનના પીઆઈ સોનારાને સ્થાનિક આઈબીમાં બદલી કરી નાખતા પોલીસ તંત્રમાં આંતરિક-મનોમન કચવાટ સંભળાઈ રહ્યો છે.

Advertisement