પરેશ ધાનાણીના ઉપવાસનો પાંચમો દિવસ: સચિવાલયમાં ધરણા

07 August 2018 06:08 PM
Ahmedabad Gujarat
  • પરેશ ધાનાણીના ઉપવાસનો પાંચમો દિવસ: સચિવાલયમાં ધરણા

Advertisement

રાજકોટ તા.7
સૌરાષ્ટ્રના મગફળી કાંડમાં આજે સતત પાંચમાં દિવસે પક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમના ઉપવાસ ચાલુ રાખ્યા છે. શ્રી ધાનાણી આજે ગાંધીનગરમાં વિપક્ષના નેતાની ઓફીસમાં ઉપવાસ કરી રહ્યા છે. તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે જે ઓડીયો લીક થયા છે જેમાં કૃષિમંત્રી સહીતના નામ છે તેની તપાસ થવી જોઈએ. રાજય સરકારે નાના માછલાઓને પકડવાનું બંધ કરીને મગર મચ્છોને પકડવા જોઈએ. પરેશ ધાનાણીએ આ સાથે હાઈકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં અને ખેડુતો તથા મીડીયાની હાજરીમાં દરેક ગોડાઉનની તપાસ કરવાની માંગણી કરી છે. તેઓએ ચીમકી ઉચ્ચારી કે જો સરદાર આ નહી સ્વીકારે તો અમે ગામડે ગામડે જઈને ખેડુતોને ઢંઢોળશું.


Advertisement