હવે ઓફીસમાં હૃદયરોગના હુમલા સમયે સાથી કર્મચારી જ હૃદય-મસાજની સારવાર આપશે

07 August 2018 06:00 PM
Ahmedabad
  • હવે ઓફીસમાં હૃદયરોગના હુમલા સમયે સાથી કર્મચારી જ હૃદય-મસાજની સારવાર આપશે
  • હવે ઓફીસમાં હૃદયરોગના હુમલા સમયે સાથી કર્મચારી જ હૃદય-મસાજની સારવાર આપશે

રાજયના મુખ્ય સચિવે ખાસ યોજના શરૂ કરાવી : ગુજરાતનો નવો અભિગમ: દરેક સરકારી ઓફીસમાં 3 કર્મચારીઓને સીપીઆર-સર્ટી. તાલીમ

Advertisement

અમદાવાદ: વિચારો તમારી ઓફીસમાં કોઈ સાથીદારને કે માર્ગ પરના કોઈ રાહદારીને ઓચિંતો હૃદયરોગનો હુમલો આવી જાય તો તમો 108 આવે તે પુર્વે તેઓ તેના માટે શું કરી શકો! શું તમો તેને કાર્કીઓ- વુમોનરી રિસસિટીશન એટલે કે કૃત્રિમ શ્ર્વાસ આપવાથી હૃદયને ધબકતું કરવાની પ્રક્રિયા જાણતા હો તો કદાચ પણ મદદ કરી શકો.
આપણે મોટાભાગના લોકો આ પ્રાથમીક મેડીકલ પ્રક્રિયા જાણતા નથી. જયારે હૃદયરોગના દર્દીઓ વધતા જાય છે અને આ હુમલો કયારે આવે તે પણ નિશ્ર્ચિત રહેતું નથી અને તેથી ગુજરાત સરકારે હવે એક નવી પહેલમાં રાજયની કચેરીઓના કર્મચારીઓને આ પ્રકારનીતાલીમથી સજજ કરવા નિર્ણય લીધો છે અને તેવા કર્મચારીઓને સીપીઆર સર્ટીફીકેટ આપવામાં આવશે તથા દરેક સરકારી કચેરીમાં આ પ્રકારના ત્રણ સીપીઆર સર્ટી કર્મચારી હશે.
આ પ્રકારની હૃદયરોગ સમયની પ્રાથમીક સારવારથી અને હૃદયને મસાજ કરીને ઓકસીજન મળે તે રીતે તેના લોહીનો પ્રવાસ ફરી વહેતો થાય. હૃદય ધબકતું થાય તેનો સમાવેશ થાય છે.હૃદયરોગના હુમલા સમયે 90% લોકોને જો પ્રથમ 10 મીનીટમાં સારવાર મળે તો તેમનું જીવન બચાવી શકાય છે અને આ પ્રકારની પ્રાથમીક સારવાર જેને બીજો કે ત્રીજો એટેક આવ્યો હોય તો પણ બચવાના ચાન્સ રહે છે.
રાજય સરકારે આ તાલીમ અમલમાં મુકી છે. રાજયના 28 જીલ્લાના 4900 સરકારી કર્મચારીઓને આ પ્રકારની તાલીમ અપાઈ પણ ગઈ છે. રાજયના મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંઘે કહ્યું કે એમ્બ્યુલન્સ પહોચે તે પુર્વે તાત્કાલીક તબીબી સારવાર માટે આ જરૂરી છે. અમારા સચિવાલયમાં અમોએ આ પ્રકારની દૂખદાયક ઘટના થઈ છે જયાં પ્રાથમીક સારવારના અભાવે કર્મચારીને બચાવી શકાયા ન હતા અને અમોને તેસ્વીકરાર્ય ન હતું. અમોએ સચિવાલયથી જ આ પ્રોગ્રામ શરૂ કર્યા છે જે સમગ્ર રાજયના સરકારી વિભાગોમાં તાલીમ અપાશે.


Advertisement